ભારતમાં બની રહેલી ત્રણ રસીમાંથી એક ત્રીજા તબક્કામાં પહોંચી, કાલે શરૂ થશે ત્રીજા તબક્કાનું ટ્રાયલ

કોરોના વાયરસ વેક્સિનનનાં પ્રોડક્સન અને તેની સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓ પર સોમવારે નિષ્ણાતોની એક ગૃપ બેઠક યોજાઇ, જેમાં જણાવવામાં આવ્યું કે વેક્સિન પહેલા કયાં લોકોને આપવાની છે અને કયા લોકોને તેનો ડોઝ આપવામાં આવશે.

જે લોકો પહેલા કોરોના સંક્રમિત થયા હોય, તેમને વેક્સિનની પ્રાથમિક્તા આપવામાં આવશે, જે સોકો સંક્રમિત થઇ ચુક્યા છે, તેમના શરીરમાં કોરોના વાયરસનાં એન્ટીબોડી બની જાય છે,

આ માટે એવા લોકો વેક્સિન આપવામાં પ્રાથમિક્તામાં પહેલા નથી આવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ કહીં ચુક્યા છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિક્તાનાં આધારે વેક્સિન આપવામાં આવશે.

બિમારીની ઝપેટમાં આવી શકનારી વય વર્ગનાં લોકોને પણ આ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, બેઠકમાં નિતી આયોગનાં સભ્ય ડો. વી કે પોલે  કહ્યું કે વેક્સિન અલગ-અલગ સ્ટેજમાં છે, તેમાથી એક વેક્સિન સોમવારે અને ત્રીજી મંગળવારે ત્રીજા ફેઝનાં ટ્રાયલમાં પ્રવેશ કરશે.

તેને લઇને યોગ્ય દિશામાં કામ થઇ રહ્યું છે, વેક્સિન તૈયાર થતા  જ  તેની સપ્લાય ચેન બનાવવામાં આવશે, કેટલીક વેક્સિન માટે કોલ્ડ ચેન પ્રોક્યોરમેન્ટની પણ જરૂર રહેશે, કેટલીક વેક્સિન એવી હશે જેના બે ડોઝ દરેક વ્યક્તિને આપવામાં પડશે.

ડો. પોલનાં જણાવ્યા મુજબ ભારતમાં ત્રણ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એક વેક્સિન આજકાલમાં ફેઝ-3 ટ્રાયલમાં જશે, જ્યારે અન્ય બે વેક્સિન ફેઝ 1 અને 2 માં છે, ડો. પોલે કહ્યું કે વેક્સિનની જ્યા સુધી વાત છે તો સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને દેશનાં લોકોને આ અંગે આશ્વસ્ત કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.