ભારત બન્યો દુનિયાનો ચોથો દેશ, સ્વદેશી નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રિય સ્તરે માન્યતા

 ક્ષેત્રમાં ભારતે નવો માઈલ સ્ટોન હાંસલ કર્યો છે.ભારત હવે એવા ચાર દેશોની ક્લબમાં સામેલ થઈ ગયુ છે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે.ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ બનાવેલી નેવિગેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રિય સ્તરે માન્યતા મળી ગઈ છે.

ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને વર્લ્ડવાઈડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે.આમ દરિયામાં નેવિગેશન માટે ભારતીય સિસ્ટમની મદદ લઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે, ભારત પહેલા અમેરિકાની જીપીએસ, રશિયાની ગ્લોનેસ અને ચીનની બેઈદાઉ નેવિગેશન સિસ્ટમ કાર્યરત છે.હવે ભારત પોતાની સિસ્ટમ ડેવલપ કરનાર ચોથો દેશ બન્યો છે.ભારતની સિસ્ટમનો જમીન પર અને હવામાં પણ ઉપયોગ થઈ શકશે.આ સિવાય વ્હિકલ ટ્રેકિંગ, વાહન ચાલકોને રસ્તો બતાવવા માટે પણ આ સિસ્ટમ વપરાશે.ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ દેશની સરહદોથી 1500 કિલોમીટર સુધીના દાયરામાં ચોક્કસ જાણકારી આપવા માટે સક્ષમ છે.

ઈસરોના દાવા પ્રમાણે આ સિસ્ટમને કાર્યરત રાખવા આઠ સેટેલાઈટનો ઉપયોગ થઈ રહ્યો છે.નવા મોબાઈલ ફોનમાં પણ આ સિસ્ટમના ઉપયોગ માટે કામગીરી થઈ રહી છે.આમ સ્માર્ટફોન થકી પણ આ સિસ્ટમનો ઉપયોગ ટુંક સમયમાં શક્ય બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.