ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર લેવલની મીટિંગ મંગળવારે સવારે સાડા દસ કલાકથી શરૂ થશે. આ મીટિંગ ભારતીય સેનાની 14 કોરના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ હશે જ્યારે બીજી તરફ ચીનના સાઉથ શિંજિયાંગ મિલિટ્રી કમાન્ડર મેજર જનરલ લીઉ લીન હશે.
આ મીટિંગમાં ફરી એકવાર સ્ટેટસને જાળવવા, પેંગોગ સોમાં પોતાની સ્થિતિ પર ચીનને પરત જવા અને ચુમાર, ડેમચોક, ડેપસાંગ, ગલવાન, ગોગરા, દોલત બેદ ઓલ્ડી પર વાતચીત થશે. ભારતીય સેના તરફથી કુલ 12 સભ્યોનું ડેલિગેશન હશે.
ત્રીજીવાર ભારત અને ચીનના શીર્ષ સેન્ય સ્તરના પ્રતિનિધિમંડળ મળશે. આ પહેલા કોર્પ કમાન્ડર સ્તરની બેઠક 6 જુને અને 22 જુને મળી હતી. ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં ગત સોમવારે લેફ્ટિનેન્ટ જનરલ લેવલની બેઠકમાં ભારતીય ઓફિસરોએ ચીનના ગલવાનમાં થયેલી હિંસક ઝડપમાં નારાજગી વ્યક્ત કરી હતી.
આ સિવાય ભારતે આ બેઠકમાં પૂર્વિય લદ્દાખના પૈંગોંગ ઝીલ પર યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. ભારતે કહ્યું હતું કે, ચીન લદ્દાખમાં પોતાના સૈનિકોની સ્થિતિ એપ્રીલની યથાસ્થિતિ પર લાવે.
ઉલ્લેખનિય છે કે, ચીનની હરકતોને જોતા ભારતીય સેનાએ ગત એક અઠવાડિયામાં LAC પર હજારોની સંખ્યામાં વધારે જવાનોને મોકલ્યા છે. ભારતીય વાયુસેનાએ ઘર્ષણ બાદથી શ્રીનગર અને લેહ સહિત પોતાના ઘણાં મહત્વના સ્થાનો પર સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર, મિરાઝ 2000 ફાઈટર પ્લેનની સાથે અપાચે ફાઈટર હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે અને દરરોદ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.