ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ હાલ પુરતો શાંત પડે એવું લાગે છે. બન્ને દેશોના લશ્કરી અિધકારીઓ વચ્ચે ચુશુલ-મોલ્ડો પોઈન્ટ પર સોમવારે 11 કલાક લાંબી વાટા-ઘાટો ચાલી હતી. લેફ્ટનન્ટ જનરલ કક્ષાની આ વાટા-ઘાટો દરમિયાન સૌહાદપૂર્ણ વાતાવરણમાં બન્ને પક્ષકારોએ ચર્ચા કરી હતી.
બન્ને પક્ષો પોતાની સેના સંઘર્ષના સૃથળેથી પાછળ ખેંચવા પણ તૈયાર થયા હતા. લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલથી ચીનની બાજુએ આવેલા મોલ્ડો મથકે બેઠક યોજાઈ હતી. વિવિધ મુદ્દાઓ સાથે ભારતે ખાસ તો ચીને કરેલા આક્રમક હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સામે વાંધો રજૂ કર્યો હતો. 15મીની મધરાતના હુમલા પછી સોમવારે ચીને સામેથી જ મીટિંગ માટે તૈયારી દર્શાવી હતી.
બિજિંગ સિૃથતિ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બન્ને પક્ષોએ શાંતિપૂર્વ વાત-ચીત કરીને વિવિદ મુદ્દે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. બન્ને પક્ષો ગલવાન સંઘર્ષ પછી સર્જાયેલી સિૃથતિ વધુ ન વણસે એ માટે વિવિધ પગલાં ભરવા સહમત થયા હતા.
ભારત તરફથી લશ્કરી ડેલિગેશનની આગેવાની 14મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહે લીધી હતી. આ અગાઉ 6ઠ્ઠી જૂને પણ તેમણે જ વાટા-ઘાટોનો દોર સંભાળ્યો હતો. ચીન તરફથી મેજર જનરલ લિઉ લિન ઉપસિૃથત રહ્યાં હતા.
સિૃથતિની ગંભીરતાને જોઈને ભારતે સરહદે આર્મી જવાનોની સંખ્યા વધારી દીધી છે. ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની વધુ 40 કંપનીઓને પણ સરહદે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 40 કંપનીમાં કુલ અંદાજે 4 હજાર જવાનો હશે. જવાનો સાથે પહાડી ભૃપુષ્ઠમાં ચાલી શકે એવા વિશેષ વાહનો, સ્નો સ્કૂટર અને ટ્રક, એસયુવી વગેરે વાહનો પણ જવાનો સાથે સરહદે મોકલાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.