ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયા, તે મુદ્દે જાણીતા અભિનેતા-રાજનેતા કમલ હાસને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કમલ હાસને પીએમ મોદીને ચેતવ્યા છે કે, તેઓ લોકો સાથે ભાવનાત્મક રીતે ખેલ કરવાનું બંધ કરે.
કમલ હાસને સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન મોદીની ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવનારા લોકોની ટીકા કરવા મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. ઉલ્લેખનીય છે કે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે લદાખમાં ભારતની સરહદમાં ન તો કોઇ ઘૂસ્યુ છે ન તો આપણી કોઇ ચોકી બીજા કોઇ ના કબજામાં છે.
મક્કમ નિધિ મૈયમના પ્રમુખે કહ્યુ કે, આ પ્રકારના નિવેદન આપી લોકોની ભાવનાઓ સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. હું પીએમ મોદી અને તેમના સમર્થકોને અપીલ કરુ છું કે તેઓ આવુ કરવાનુ બંધ કરે. કમલ હાસને કહ્યુ કે સવાલ પૂછવા રાષ્ટ્ર વિરોધી નથી. અમે ત્યાં સુધી સવાલ કરીશુ જ્યાં સુધી હકીકત સામે નહીં આવે. કારણ કે પીએમ મોદીનુ નિવેદન સેના અને વિદેશ મંત્રાલયથી વિરોધાભાસી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.