ભારત-ચીન વિવાદ મામલે કોંગ્રેસી પ્રવક્તા સુરજેવાલાએ PM મોદીને પુછ્યા પાંચ સવાલ

-સુરજેવાલાએ PMને ભારતે એલએસી પર પોતાની બાજુ બફર ઝોન બનાવવા સહમતિ કેમ આપી સહિતના પાંચ ધારદાર સવાલો કર્યા

 

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભારત અને ચીન વચ્ચેના તણાવ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ સવાલો કર્યા છે. રણદીપ સુરજેવાલાએ ટ્વિટરના માધ્યમથી એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ સવાલ કર્યા હતા અને તેના જવાબો માંગ્યા હતા. તેમણે લખ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અટલ છે અને ક્ષેત્રીય અખંડિતતા સાથે કોઈ સમજૂતી ન થઈ શકે.

કોંગ્રેસી પ્રવક્તા સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને કરેલા પાંચ સવાલો-

પહેલો સવાલ:

શું આ સાચું છે કે ચીન સાથેના નવા પ્રોટોકોલ અંતર્ગત ભારતીય સેના પેટ્રોલિંગ પોઈન્ટ-14 (ગાલવાન ઘાટી), પેટ્રોલિંગ પોઈન્ટ-15 (હોટ સ્પ્રિંગ્સ) અને પેટ્રોલિંગ પોઈન્ટ-17 (ગોગરા)માં પેટ્રોલિંગ નહીં કરી શકે?

બીજો સવાલ:

શું આ સાચું નથી કે આ ત્રણેય વિસ્તાર ગાલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા પર એલએસીની પંક્તિ પર ચીન સાથે કોઈ અથડામણ નથી થઈ, આ જનરલ ડીએસ હુડાનું નિવેદન છે.

ત્રીજો સવાલ:

ભારતે એલએસી પર પોતાની બાજુ બફર ઝોન બનાવવા સહમતિ કેમ આપી?

ચોથો સવાલ:

શું આવું કરવું ગાલવાન ઘાટી અને અન્ય વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવાની સ્થિતિની વિરૂદ્ધ નથી?

પાંચમો સવાલ:

ચીન પેંગૌંગ ત્સો સરોવર પાસે ફિંગર ચારથી લઈને આઠ સુધીની ચોટી પરથી પોતાની સેનાને શા માટે દૂર નથી કરી રહ્યું?

જો કે ત્યાર બાદ રણદીપ સુરજેવાલાએ વધુ એક ટ્વિટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘PM મોદી, સમગ્ર દેશ આપણી સેના અને સરકાર સાથે એકજૂથ થઈને ઉભો છે. દેશની અખંડિતતાનું રક્ષણ કરવું તે તમારૂં કર્તવ્ય છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.