ભારતમાં કોરોનાનાં 9 લાખ કેસ-વધ્યું સંકટ, પરંતુ એક સાથે આવી આ 9 ખુશખબર

કોવિડ-19નાં વધતા કેસ ટેન્શન જરૂર આપી રહ્યા છે, પરંતુ કેટલાક આંકડા એવા છે જે રાહતથી ભરેલા ભવિષ્ય તરફ ઇશારો કરે છે. અનેક રાજ્યોએ કોરોના સંક્રમણને રોકવા માટે અલગ-અલગ રીતે ફરીથી લૉકડાઉન લગાવ્યું છે. ટેસ્ટિંગને લઇને ભારતે છેલ્લા 2 મહિનામાં ઘણું ઝડપથી કામ કર્યું છે અને આનું જ પરિણામ છે કે સંક્રમણનાં આટલા કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં કોવિડ-19નો પોઝિટિવિટી રેટ 7.44 છે જે મેનાં પહેલા અઠવાડિયામાં 4.14 હતો. આનો મતલબ છે કે જેટલા લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે, તેમાંથી મોટાભાગનાં પોઝિટિવ મળી રહ્યા છે. ભારતમાં જે દિવસે કોરોનાનાં 9 લાખ કેસ પાર થયા, ત્યારે 9 એવા સંકેતો મળ્યા છે જે સકારાત્મક છે.

ભારતમાં ટોટલ કોરોના કેસ 9,06,752 છે જેમાંથી 5,71,460 લોકો ઠીક થયા છે. આનાથી દેશમાં કોવિડ-19નો રિકવરી રેટ 63.02 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં અનુસાર રિકવરી અને મોતની ટકાવારી હવે 96.01 ટકા : 3.99 ટકા છે. દેશમાં 63.02 ટકા રિકવરી રેટ છે, પરંતુ 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જે નેશનલ એવરેજથી પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. લદ્દાખ, દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં રિકવરી રેટ 75 ટકાથી વધારે છે. ભારતમાં કોરોના કેસની સરખામણીમાં મૃત્યુ દરમાં ઘટાડો આવ્યો છે અને અત્યારે આ 3.28 ટકા પર છે. આનો સીધો મતલબ એ છે કે આપણે કોરોનાથી થનારા મોતને ઓછા કરવામાં સફળ થઈ રહ્યા છીએ.

સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, દેશમાં ફેટલિટી રેટ 2.64 ટકા છે, જ્યારે 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં આ દર નેશનલ એવરેજ કરતા પણ ઓછો છે. ICMR – ભારત બાયોટેકે મળીને કોરોનાની જે વેક્સિન બનાવી છે તેના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનો પહેલો ફેઝ શરૂ થઈ ગયો છે. વૉલિયન્ટર્સની સેફ્ટી સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમને વેક્સિનનાં નાના નાના ડોઝ આપવામાં આવશે. ICMRએ વૉલિયન્ટર્સ પર એન્ટીબૉડી ટેસ્ટ કરવાનો પ્રોટોકોલ પણ જોડ્યો છે. પહેલા ફેઝનાં ટ્રાયલમાં લગભગ 1,500 વૉલિયન્ટર્સને વેક્સિન આપવામાં આવશે.

ભારત સરકારે 9 લાખ કોરોના કેસ હોવા છતા કૉમ્યુનિટિ ટ્રાન્સમિશનથી ઇનકાર કરી દીધો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પ્રમાણે, “ભારત જેવા દેશમાં અમારી પાસે જે ડેટા છે, જે પ્રોસેસ અમે ફૉલો કરી છે. અમે દર વખતે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. કેટલાક વિસ્તાર એવા છે જ્યાં લૉકલાઇઝ્ડ ટ્રાન્સમિશન થઈ શકે છે જેવું ધારાવીમાં થયું.” ભારતે કુલ 1000 ટેસ્ટથી શરૂઆત કરીને એક દિવસમાં લાખો ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જૂન અને હવે જુલાઈમાં ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે. સોમવારનાં જ 28 લાખથી વધારે સેમ્પલ તપાસવામાં આવ્યા. રૈપિડ એન્ટીજેન ટેસ્ટ કિટનાં ઉપયોગથી ટેસ્ટની સંખ્યા ઘણી ઝડપથી વધી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે 13 જુલાઈ સુધી 1,20,92,503 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

દેશમાં નવા કેસનાં આંકડા જોઇએ તો 10 રાજ્યોમાં સૌથી વધારે કેસ છે. તેમાંથી 8 એવા છે જ્યાં રોજ 1,000થી વધારે કેસ આવી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની સ્થિતિ સતત સારી થઈ રહી છે. આ ઉપરાંત બાકીનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તુલનાત્મક રીતે સ્થિતિઓ સુધરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, હોમ આઈસોલેશન કેર માટે જે નિયમ-ફાયદા બનાવવામાં આવ્યા, સાથે ઑક્સીમીટર આપવામાં આવ્યું, તેનાથી એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ લક્ષણોવાળા કેસની દેખરેખમાં ઘણી મદદ મળી રહી છે. આનાથી હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાવ પણ નથી પડી રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.