ભારતમાં કોરોનાનાં એક્ટિવ કેસ કુલ કેસનાં માત્ર 22.2%, જ્યારે રિકવરી રેટ 75%થી વધુ

 

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે, અમેરિકા અને બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે રહેલા ભારત માટે રાહતની બાબત એ છે કે, અહીં કોરોના દર્દીઓનો રિકવરી રેટ તુલનાત્મક રીતે સારો છે, જ્યારે મૃત્યુ દર વિશ્વમાં સૌથી નીચો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, “આજે દેશમાં રિકવરીનાં કેસો એક્ટિવ કોરોના સંક્રમણ કરતા 3.4 ગણા વધારે છે.

તેમણે કહ્યું હતું કે ભારતમાં કુલ સક્રિય કિસ્સાઓમાં, માત્ર 2.7 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે જ્યારે 1.92 ટકા દર્દીઓ આઇસીયુમાં છે અને 0.29 ટકા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 થી દેશમાં મૃત્યુ દર 1.58 ટકા છે જે વિશ્વમાં સૌથી નીચો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી 64 સો લોકો સાજા થયા છે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે પોતાની નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે ભારતમાં એક્ટિવ કેસ કુલ કેસનાં માત્ર 22.2 ટકા જ છે, જ્યારે રિકવરી રેટ વધીને 75 ટકાથી વધી ગયો છે.

દેશમાં એક દિવસમાં 60,975 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થયા પછી કોવિડ -19 દર્દીઓની કુલ સંખ્યા 31,67,323 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 24,04,585 થઈ ગઇ છે, જેથી સાજા થવાનો દર 75.92 ટકા પર પહોંચી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.