દેશમાં કોરોના વાઈરસનો ઝડપી પ્રસાર યથવાત્ છે. દેશના ૨૭૪ જિલ્લા કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં હાલ કોરોનાનો પ્રસાર બમણો થવાનો દર ૪.૧ દિવસ છે. જોકે, દિલ્હીના નિઝામુદ્દિન ખાતે તબલિગી જમાતના મરકઝનું સંમેલન ન યોજાયું હોત તો આ દર ૭.૪ દિવસનો હોત તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયના ઉમેર્યું હતું કે રવિવારે દેશમાં કોવિડ-૧૯ના ૬૨૩ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૧૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાઈરસના કુલ ૪૧૧૧ કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક ૧૨૬ થઈ ગયો છે જ્યારે ૩૧૫ લોકો સાજા થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ દેશમાં કોરોનાથી ૮૩નાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૩૫૭૭ કેસ નોંધાયા છે અને ૨૭૪ લોકો સાજા થયા છે. પરંતુ પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાથી ૧૨૬નાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૪,૧૧૧ કેસ નોંધાયા છે અને ૩૧૫ લોકો સાજા થયા છે. પીટીઆઈના આંકડાને ધ્યાનમાં લઈએ તો દેશમાં રવિવારે એક જ દિવસમાં ૩૦ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૬૨૩ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે તબલિગી જમાતનું સંમેલન ન યોજાયું હોત તો ભારતમાં કોરોનાના પ્રસારનો દર ઘણો ધીમો હોત. દેશમાં લોકડાઉનના સમયમાં પણ દવાઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર ેબધા જ જિલ્લાના અિધકારીઓને દવાઓ અને મેડિકલ ઉપકરણો બનાવતા ફાર્મા એકમો અવિરત કામ કરતાં રહે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ હવામાં ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કોરોના વાઈરસ જો હવાથી ફેલાતો હોત તો જે પરિવારમાં કોરોનાનો દર્દી મળે તે પરિવારમાં બધા જ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોત, કારણ કે તેઓ સાથે જ રહેતા હોય છે અને સમાન હવામાં શ્વાસ લેતા હોય છે.
લોકડાઉન પછીની સિૃથતિ માટે તંત્રની કવાયત
કોરોનાની મહામારી ભારતને કઈ દિશામાં લઈ જશે તેની અનિશ્ચિતતા વચ્ચે વિવિધ મત્રાલયો અને સરકારી વિભાગોએ ૧૪મી એપ્રિલે દેશવ્યાપી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પૂરું થયા પછીની વ્યૂહરચનાઓ પર કામ શરૂ કરી દીધું છે. આ બાબત સંકેત આપે છે કે ૨૧ દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લંબાવવાની સરકારની હાલ કોઈ તૈયારી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.