ભારત કોરોનાના કેસમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યો

– દેશમાં કોરોનાના કુલ કેસ 6.90 લાખ, 4.22 લાખ સાજા થયા

– દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 23,205 કેસ, વધુ 415નાં મોત સાથે મૃત્યુઆંક 19,683 થયો

દિલ્હીમાં 10,000 બેડનું સરદાર પટેલ કોવિડ સેન્ટર ખુલ્લુ મુકાયું : 1,000 બેડની કામચલાઉ હોસ્પિટલ પણ ઉપલબ્ધ

ભારતમાં કોરોનાની મહામારી દિવસે ને દિવસે વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના 23,205 કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.90 લાખથી વધુ થઈ ગઈ છે.

આ સાથે કોરોનાના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. રવિવારે કોરોનાથી દેશમાં વધુ 415નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 19,683 થયો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના 4.22 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

વિશ્વમાં કોરોનાનાની સિૃથતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ ભારતમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 6.95 લાખ થઈ ગઈ છે અને રશિયાને પાછળ રાખીને ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ અમેરિકા 29.55 લાખ કેસ સાથે પહેલાં અને બ્રાઝિલ 15.78 લાખ કેસ સાથે બીજા ક્રમે છે. રશિયામાં કોરોનાના 6.81 લાખ કેસ છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.