ભારતમાં કોરોનાનો કેર યથાવત, મૃત્યુ દર ચીન, અમેરિકા અને ફ્રાંસ કરતા વધારે

કોરોનાના સંકટને લઈને લાગુ કરાયેલા લોકડાઉનનો 19મો દિવસ છે પરંતુ દેશભરમાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 40 દર્દીના મોત થયા છે અને નવા 854 કેસ નોંધાયા હતા. ભારતભરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 288ને પાર થયો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ આઠ હજાર ચારસોને પાર થયો છે. ભારતમાં કોરોના દર્દીઓનો મૃત્યુ દર ચીન, અમેરિકા અને ફ્રાંસ કરતા વધારે છે.

મધ્યપ્રદેશનુ ઈન્દોર કોરોના વાઈરસનું સૌથી મોટુ હોટસ્પોટ બની ગયુ છે જ્યાંથી કોરોનાના 49 નવા કેસ નોંધાયા અને માત્ર ઈન્દોરમાં કુલ દર્દીઓની સંખ્યા 298 પહોંચી જ્યારે 30 લોકોના મોત પણ થઈ ચુક્યા છે અને 28 લોક ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે દેશમાં સૌથી કપરી સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 187 નવા કેસ સાથે કુલ સત્તરસો 60થી વધુ કેસ થયો છે. જ્યારે મૃત્યુઆંક 127 સુધી પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.