આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 5,833 પર પહોંચી ગયો છે. જ્યારે 1.55 લાખથી પણ વધારે લોકોને તેનો ચેપ લાગ્યો છે. ભારતમાં આ આંકડો 100ને પાર થઈ ગયો છે અને બે લોકોના મોત થયા છે.
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે ભારતની વસ્તી 135 કરોડથી વધારે છે, છતાં અહીં સંક્રમણ ઘણું જ ઓછું છે, જ્યારે ઈટલી જેવા નાના દેશમાં સંક્રમણના કારણે સ્થિતિ ઘણી જ ગંભીર બની ગઈ છે.
જે ચીનથી કોરોના વાયરસ ફેલાવાનો શરુ થયો હતો, અહીં મરનારાઓની સંખ્યા 3,000ને પાર પહોંચી ગઈ છે, અને લગભગ 81 હજાર લોકો સંક્રમણની પુષ્ટી થઈ ચૂકી છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 57 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 3,000 લોકો સંક્રમિત છે.
સૌથી ખરાબ સ્થિતિ તો ઈટાલીમાં છે જ્યાં 1400થી વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 21 હજારથી વધારે લોકો સંક્રમિત છે. હવે અહીં એ સમજવાની જરુર છે કે કઈ રીતે ભારતે કોરોના સામે લડવા માટે અમેરિકા, ચીન અને અન્ય દેશોને પાછળ છોડી દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.