કેન્દ્રના આરોગ્ય ખાતાએ બહાર પાડેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 95 લાખથી વધુ લોકો સારા થઇ ગયા હતા.
ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો એક કરોડને વટાવી ગયો હતો. સક્રિય કોરોના કેસનો આંકડો ત્રણ લાખનો હતો.
2021ના જાન્યુઆરીમાં રસી આપવાનું શરૂ થઇ જશે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું એમ લોકો માસ્ક પહેરતાં નથી અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી એટલે સંક્રમણ વધી રહ્યું હતું
ભારતમાં કોરોનાથી થયેલાં મરણનો આંકડો 1 લાખ 44 હજાર 789 નો હતો. અત્યાર સુધીમાં સાજા થયેલાનો આંક 95 લાખ 20 હજાર 827નો હતો. અત્યાર સુધીમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ત્રણ લાખ 13 હજાર 831નો હતો.
આમ છતાં હજુ થોડી સાવચેતી અને હેલ્થ વર્કર્સ દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીનાં પગલાં લેવાય એ જરૂરી હતું એમ પણ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.