ભારત દેશ મોદી અને શાહના બાપની જાગીર નથી- કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરી

લોકસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ નાગરિકતા મામલે’ નવા કાયદા વિશે બોલતાં ભાન ભૂલી ગયા હતા. એક તબક્કે તેમણે જણાવ્યું કે ભારત દેશ મોદી કે શાહના બાપાની જાગીર નથી. ભાજપ પાર્ટી ભલે મને પાકિસ્તાની કહે છે. હું પણ કહું છું કે હું પાકિસ્તાની છું.

આજે આ દેશમાં કોઇ સાચી વાત કરી શકતું નથી. તમે જે કરવા ધારો છો એ કરો. પણ અમને પણ એવું કરવાની ફરજ પાડવામાં આવે છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ઇચ્છતા હોય. અમે એવું કરવા તૈયાર નથી કારણ કે આ દેશ મોદી કે શાહના બાપાની જાગીર નથી.

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણામાંથી ચૂંટાયેલા અધીર રંજન ચૌધરી ગમેતેમ બોલવા માટે ઓળખીતા છે. તેમણે જણાવ્યું કે મોદી અને શાહ પોતાના વિચારો અમારા પર ઠોકી બેસાડી શકે નહીં. આજે આ બંને સત્તા પર છે, કાલે નહીં પણ હોય. અમને એમના વિચારો સ્વીકાર્ય નથી. એ બંનેએ આ વાત સમજી લેવાની જરૂર છે. તમે તમારા વિચારો કોઇના પર બળજબરીથી ઠોકી બેસાડી શકો નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.