ભારતનાં દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતને પહેલી વખત વર્લ્ડ કપ જિતાડનાર દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે.હાલમાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેપ્ટન કપિલ દેવને એટેક આવ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં તેમની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી.હાલમાં તેમની હાલત સ્થિર છે અને તે ખતરાથી બહાર છે.

જોકે આ ખબર આવ્યા બાદ ક્રિકેટ ચાહકો દ્વારા સોશ્યલ મીડિયા પર તેમના સાજા થવા માટે પ્રાર્થના શરુ થઈ ગઈ હતી.ભારતને 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપમાં જીત મળી હતી.એ પછી ભારતમાં ક્રિકેટ વધારેને વધારે લોકપ્રિય બનવા માંડ્યુ હતુ.

કપિલ દેવની ગણના વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.કપિલે પોતાની કેરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી છે.ટેસ્ટમાં કપિલે 5248 રન ફટકાર્યા છે અને 434 વિકેટો લીધી છે.જ્યારે વન ડે ઈન્ટરનેશનલમાં 3783 રન બનાવવા સાથે 253 વિકેટો મેળવી છે.કપિલે પોતાની આખરી ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ફરીદાબાદમાં રમી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.