ભારતની ‘ડિજિટલ સ્ટ્રાઈક’થી ચીન પરેશાન, એપ પ્રતિબંધથી થશે અબજો ડોલરનું નુકસાન

ચીનના પ્રોપગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વીટ કરીને કહ્યું કે ગત મહિને લદાખમાં સરહદ પર સંઘર્ષ થયા બાદ ભારત સરકારે ચીનની 59 એપને બેન કરતા TikTokની પેરેન્ટ કંપનીને 6 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.

ફક્ત એક એપ પર બેન મૂકાતા જો આટલા નુકસાનનો અંદાજો લગાવવામાં આવતો હોય તો 59 એપ પ્રતિબંધ મૂકાતા ચીનને કેટલો મોટો આર્થિક ફટકો પડશે. પૂર્વ લદાખમાં સરહદ પર તણાવ અને ચીનની દગાખોરી બાદ ભારતે ચીનની 59 એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને બેન કરી દીધી.

ભારતના આ પગલાંથી ચીન ધૂંધવાયું અને ભારતને પરિણામો ભોગવવાની પોકળ ધમકી આપતું રહ્યું. એટલે સુધી કહી દીધુ કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. જો કે, હવે તેણે સ્વીકારવું પડ્યું છે કે ભારતમાં પ્રતિબંધ મૂકાવવાથી ટિકટોક એપની પેરેન્ટ કંપનીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.