ભારતમાં ફેસબુક પર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કબજો છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે એક રિપોર્ટ બહાર આવ્યા બાદ જણાવ્યું કે ફેસબુક પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો કબજો છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ફેસબુક નફરત ફેલાવતી સામગ્રી વિરૂધ્ધ કાર્યવાહી કરતું નથી.

પૂર્વ કોંગ્રેસ પ્રમુખએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, “ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ભારતમાં ફેસબુક ભાજપ અને આરએસએસના નિયંત્રણમાં છે.” તેમણે અમેરિકાનાં અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક સમાચારને ટાંકીને ટિપ્પણી કરી.

રાહુલે અમેરિકાનાં અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા સમાચારને ટાંકીને એક ટીવી ન્યૂઝ ચેનલનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકએ તેનો બિઝનેશ વિના વિઘ્ને ચાલતો રહે ઓફિસો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બજરંગ દળના કાર્યકરોનાં ઉશ્કેરીજનક વીડિયો સામે કોઇ પગલા લીધાં નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક સત્તાધારી ભાજપ સાથેના સંબંધો બગડવાથી ડરતું હતું, તેથી તેણે બજરંગ દળના દાહક વીડિયો સામે ક્યારેય કોઈ પગલું ભર્યું નથી. અખબારે લખ્યું છે કે જો ફેસબુક બજરંગ દળના કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરે તો કંપનીને તેનું કામ કરવામાં મુશ્કેલી પડી હોત, તેમજ તેના કર્મચારીઓ અને કચેરીઓને પણ ધમકી મળી શકતી હતી.

આ પહેલીવાર નથી જ્યારે ફેસબુક વિવાદમાં છે. અગાઉ, આ વર્ષે ઓગસ્ટમાં, વોલ સ્ટ્રીટ જર્નલે રિપોર્ટમાં જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિઓ કથિત રીતે પક્ષપાતી અને વ્યવસાયિક હિતોને કારણે શાસક ભાજપની તરફેણ કરનારી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફેસબુકના જાહેર નીતિના વડા અંખી દાસે પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કરવા છતાં શાસક પક્ષ અને તેના એક નેતાની તરફેણમાં લોબિંગ કર્યું હતું. જોકે ફેસબુકે આ આરોપોને નકારી દીધા હતા. આ વર્ષે ઓક્ટોબરમાં, અંખી દાસે આ કંપની છોડી દીધી. ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે માત્ર એક જ વ્યક્તિ બદલવાથી આ મુદ્દો હલ નહીં થાય.

વોલ સ્ટ્રીટ જર્નલે 14 ઓગસ્ટના રોજ અંખી દાસનાં આગેવાનીવાળી ફેસબુક ઇન્ડિયાની ટીમના કથિત પક્ષપાતપુર્ણ કેસો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં અહેવાલ આપ્યો હતો કે અંખી દાસ શાસક પક્ષ અને તેના નેતાઓની તરફેણ કરે છે અને તે નકલી અને દ્વેષપૂર્ણ અને ઘૃણાજનક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

ત્યારબાદ, કોંગ્રેસે ફેસબુક ઇન્કના સીઇઓ માર્ક ઝુકરબર્ગને બે પત્રો લખીને આ બાબતને ગંભીરતાથી જોવાની વિનંતી કરી. ફેસબુકે તેની તટસ્થતા અને યોગ્ય પગલા ભરવાનું વચન આપતો પત્રોનો જવાબ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.