કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. આ વખતે મુદ્દો છે સોશિયલ મીડિયા. અમેરિકી ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલમાં ફેસબૂક ભાજપના નેતાને ભડકાઉ પોસ્ટ બદલ છાવરતું હોવાનો એહેવાલ છપાયા બાદ આ વિવાદ શરુ થયો છે. આ અંગે રાહુલ ગાંધીએ ભાજપની સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપર પણ પ્રહાર કર્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કર્યુ છે. સાથે વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટને પણ જોડવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘ભારતમાં ભાજપ અને આરએસએસ ફેસબૂક ને વ્હોટ્સએપ ઉપર કબજો ધરાવે છે. જેના મારફતે તેઓ ફેક ન્યૂઝ ને નફરત ફેલાવવાનું કામ કરે છે. જેનો ઉપયોગ તેઓ મતદાતાને પ્રભાવિત કરવા માટે કરે છે’.
રાહુલ ગાંધીએ જે રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે તેમાં ફેસબુકના કર્મચારીઓના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર નફરતવાળી પોસ્ટના કારણે અસલી દુનિયામાં હિંસા અને તણાવ વધ્યા છે.
અમેરિકાના મુખ્ય ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના નેતા ટી. રાજએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે રોહિંગ્યા મુસલમાનોને ગોળી મારી દેવી જોઇએ. મુસ્લિમોને દેશદેરોહી ગણાવ્યા હતા અને મસ્જિદોને પાડવાની ધમકી પણ આપી હતી. ફેસબૂક કર્મચારીઓએ આ પોસ્ટનો વિરોધ કર્યો હતો અને આ પોસ્ટને કંપનીના નિયમો વિરુદ્ધની ગણાવી હતી. આમ છતા ભારતમાં રહેલા ફેસબૂક કર્મચારીઓએ આ પોસ્ટ પર કોઇ એક્શન લીધી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.