દેશમાં હર્ડ ઇમ્યુનિટી ખતરનાક બની શકે છે, ગાંધી જયંતી નિમિત્તે ઇન્ડિયા ટુડે ગૃપ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જસલોક હોસ્પિટલનાં રિસર્ચ ડાયરેક્ટર રાજેશ પારેખ તથા ફોર્ટિસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટનાં ચેરમેન ડો.અશોક શેઠ ઉપસ્થિત રહ્યા હતા, ડો.અશોક શેઠે હેલ્થગિરિ કાર્યક્રમમાં જણાવ્યું કે, જો ભારતને હર્ડ ઇમ્યુનિટી મેળવવી હશે તો લગભગ 70 ટકા વસ્તીમાં કોરોના ચેપ જરૂરી છે.
રસીકરણનો અર્થ એ પણ છે કે આપણે લોકોને રોગપ્રતિકારક શક્તિ આપીએ છીએ. પરંતુ હર્ડ ઇમ્યુનિટી હેઠળ, જ્યારે આપણે લોકોને કોરોનામાં ચેપગ્રસ્ત કરીશું, ત્યારે ઘણા લોકો મરી જશે. જો 2 ટકા વસ્તી પણ કોરોનાથી સંક્રમિત બનશે તો પણ ભારતમાં કરોડો લોકો મરી જશે. સ્વીડને પણ હર્ડ ઇમ્યુનિટી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પગલું પાછું ખેંચવું પડ્યું.
યુવાનોએ સાવધાની રાખવી પડશે
ડો. શેઠે કહ્યું, લોકો માને છે કે હું તો યુવાન છું, ભલે મને કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો પણ કાંઇ થશે નહીં પરંતુ તેઓ સમજી શકતા નથી કે તેઓ તેમના પરિવારના સભ્યોને પણ ચેપ લગાવી શકે છે. તેથી, યુવાનોએ તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે કાળજી લેવી જોઈએ. ડો.સેઠે કહ્યું કે કોરોના કેટલો સમય ચાલશે, આ સમયે કંઇ કહી શકાય તેમ નથી પરંતુ લોકોએ બેદરકારી દાખવવી ન જોઈએ અને બધા લોકોએ માસ્ક પહેરવા જ જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.