મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં જીત મેળવીને સિરિઝ 1-1થી બરાબર કરી દીધી છે.ચાર ટેસ્ટ મેચની સિરિઝની આગલી ટેસ્ટ હવે સિડનીમાં રમાશે.
એડિલેડમાં 36 રને ઓલઆઉટ થઈને શરમજનક પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા આ પ્રકારે વાપસી કરશે તેવી આશા કોઈએ રાખી નહોતી.ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં 200માં ઓલઆઉટ કરી દીધા બાદ આજે ચોથા દિવસે ભારતને ટેસ્ટ જીતવા માટે 70 રનનુ ટાર્ગેટ મળ્યુ હતુ.ભારતે બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધુ હતુ.આ ટેસ્ટમાં કોહલીની જગ્યાએ કેપ્ટનશિપ કરી રહેલા રહાણેએ પહેલી ઈનિંગમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં પણ તે નોટઆઉટ રહ્યો હતો.
ટેસ્ટ મેચ જીત્યા બાદ સોશિયલ મિડિયા પર રહાણેની કેપ્ટન્સીના વખાણ થઈ રહ્યા છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મેચ બાદ કહ્યુ હતુ કે, ભારતીય ટીમ છેલ્લા ચાર વર્ષથી બેખૌફ થઈને રમી રહી છે.મહોમ્મદ સિરાજ અને શુભમન ગીલે પોતાની પહેલી જ ટેસ્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે.અગાઉની મેચમાં 36 રને ઓલઆઉટ થવાની કોઈ ચર્ચા અમે કરી ન થી.આ મેચ જીતીને અમે ભારતના ક્રિકેટ ચાહકોને નવા વર્ષની ગિફ્ટ આપી છે.
શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, રહાણેની ઈનિંગ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી.જે પ્રકારે શિસ્ત રહાણેએ બતાવીને મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરી છે તે પ્રશંસાને લાયક છે.વિરાટ કોહલી ઝનૂની અને રહાણે શાંત કેપ્ટન છે.રહાણેને અંદરથી ખબર હોય છે કે તેને શુ જોઈએ છે.તે બહુ ચતુર કેપ્ટન છે અને તેને રમતની બહુ સારી સમજ છે.રહાણેનો શાંત વ્યવહાર ડેબ્યુ કરનારા ખેલાડીઓ માટે ઉદાહરણ પુરુ પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.