ભારતના જવાનોને ચીનની સેનાએ બંધક બનાવ્યા હોવાના અહેવાલ ખોટાઃ ભારતીય સેના

 ચીન અને ભારતની સેના વચ્ચે લદ્દાખ મોરચે પ્રવર્તી રહેલા ટેન્શન વચ્ચે ભારતીય સેનાએ કેટલાક મીડિયા રિપોર્ટસને રદિયો આપ્યો છે.

આ અહેવાલોમાં કહેવાયુ હતુ કે, ભારતીય સેનાના કેટલાક સૈનિકોને ચીનની સેનાએ બધક બનાવ્યા છે.જેના જવાબમાં ભારતીય સેનાના પ્રવક્તા અમન આનંદે કહ્યુ હતુ કે, ભારતના જવાનોને અટકમાં લેવામાં આવ્યા હોય તેવી કોઈ ઘટના બની નથી.આ પ્રકારના અહેવાલોને અમે સંપૂર્ણપણે નકારી રહ્યા છે.જ્યારે મીડિયા આ પ્રકારના પાયાવિહોણા અહેવાલો પ્રકાશિત કરે છે ત્યારે નુકસાન દેશના હિતને જ થતુ હોય છે.

આ અહેવાલમાં એવુ કહેવાયુ હતુ કે, ગયા સપ્તાહે  ભારતીય સેના અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચીનની સેનાએ તેમાંના કેટલાક જવાનોને બંધક બનાવી લીધા હતા.સેનાએ આ મામલે પીએમઓને જાણકારી આપી હતી અને પૈગોંગ લેક પાસે બનેલી આખી ઘટનાની જાણકારી આપી હતી.

ચીન અને ભારતીય સેના વચ્ચેના ટકરાવ દરમિયાન ભારજતના જવાનોના હથિયારો છીનવી લેવાયા હતા.જોકે પાછળથી હથિયારો પાછા આપીને જવાનોને જવા દેવાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.