લદ્દાખમાં ગાલવાન ઘાટી ખાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) ખાતે સુરક્ષા વધારી દીધી છે જેથી ચીન વધુ ખંધાઈ પર ઉતરી આવ્યું છે. ચીનના સરકારી સમાચાર પત્રએ ધમકીભર્યા સૂરમાં લખ્યું હતું કે, ‘ભારત જાણે છે કે ચીન સાથેનું યુદ્ધ જીતી નહીં શકાય કારણ કે દિલ્હીને ખબર છે કે જો યુદ્ધ થશે તો તેની હાલત 1962ના યુદ્ધ કરતા પણ ખરાબ થશે.’
સમાચાર પત્રમાં એક ચીની નિષ્ણાંતના હવાલાથી લખવામાં આવ્યું હતું કે, ગાલવાન ઘાટીમાં સરહદી સંઘર્ષ બાદ ભારતમાં ચીન વિરૂદ્ધ રાષ્ટ્રવાદ અને દુશ્મનાવટ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ચીની નિષ્ણાંતો ઉપરાંત ભારતમાં પણ કેટલાક લોકોએ નવી દિલ્હીએ ઘરમાં રાષ્ટ્રવાદની આગ શાંત પાડવી જોઈએ તેમ કહ્યું હતું.
ચીનના સરકારી સમાચાર પત્રના માધ્યમથી એક ચીની નિષ્ણાંતે કહ્યું કે, જો ભારત ચીનવિરોધી લાગણીને નિયંત્રિત નહીં કરી શકે અને જો નવેસરથી યુદ્ધ થશે તો ચીન સાથેના 1962ના સરહદ વિવાદ બાદ આ વખતે ભારત વધુ અપમાનિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે સશસ્ત્ર દળોને તમામ આવશ્યક એક્શન લેવાની સંપૂર્ણ આઝાદી આપી છે તેમ કહ્યું હતું. જો કે સાથે જ તેઓ તણાવ ઘટાડવા માટેના પ્રયત્નો કરતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે સમયે ગાલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ચીની પક્ષના 70થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા.
ચીની સુપરવાઈઝર્સે જણાવ્યું કે, ‘મોદી રાષ્ટ્રવાદીઓ અને કટ્ટરપંથીઓ
સાથે ચર્ચા કરવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેઓ સમજે છે કે તેમનો દેશ ચીન સાથે વધુ સંઘર્ષ નહીં કરી શકે. આ કારણે તેઓ તણાવ ઘટાડવા પ્રયત્નો કરી રહ્યા છે.’
શાંઘાઈ ખાતેની ફુડન યુનિવર્સિટીના દક્ષિણ એશિયન અધ્યયન કેન્દ્રના પ્રોફેસર લિન મિનવાંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી સરહદ પર તણાવ ઘટાડવા ભારે મોટી મદદ મળશે કારણ કે વડાપ્રધાન તરીકે તેમણે ચીન પર નિશાન સાધનારા કટ્ટરપંથીઓને બાજુમાં કરી દીધેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.