ભારત ખોટી રેસ જીતવાના માર્ગે, અહંકાર અને ક્ષમતાનો અભાવ ઘાતક બનશેઃ રાહુલ ગાંધી

ભારતમાં લોકડાઉનમાં અપાયેલી છુટ બાદ કોરોનાના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે અને આ મુદ્દે હવે રાજકીય મોરચે પણ ગરમાવો આવી રહ્યો છે.

વિરોધ પક્ષનુ કહેવુ છે કે, સરકાર વાયરસ પર કાબૂ કરવામાં નિષ્ફળ ગઈ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી કોરોના મુદ્દે મોદી સરકાર પર નિશાદન સાધીને કહ્યુ છે કે, ભારત એક ખોટી રેસ જીતવાના રસ્તા પર છે.અહંકાર અને ક્ષમતાના અભાવનુ ઘાતક મિશ્રણ ભારતને એક ભયાનક સંકટના રસ્તા પર લઈ જઈ રહ્યુ છે.

રાહુલે કોરોનાનો વૈશ્વિક ગ્રાફ પણ ટ્વિટ સાથે શેર કર્યો છે.

ગુરુવારે કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બ્રિટનને પાછળ છોડીને ચોથા ક્રમે આવી ગયુ છે.રાહુલે શેર કરેલા વિડિયોમાં બતાવાયુ છે કે, કેવી રીતે 17 મે બાદ સતત વધતા કેસના કારણે ભારત એક પછી એક દેશોને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.