ભારતમાં લાગૂ થયો CAA એકટ, ગિન્નાયેલા પાકિસ્તાની સાંસદોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો અને…

ભારતના નાગરિકતા અધિનિયમ (સંશોધિત)થી ગિન્નાયેલા પાકિસ્તાનની સંસદે ધ્વનિમતથી નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંસદે તેના કેટલાંય અંશોને ભેદભાવપૂર્ણ ગણાવતા સસ્પેન્ડ કરવાનું કહ્યું છે.

ભારતના નાગરિકતા સંશોધન અધિનિયમ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાની વિરૂદ્ધ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમા શિક્ષણ મંત્રી શફાકત મહૂમદે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે કહ્યું કે નાગરિકતા અધિનિયમ બરાબરી અને ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય નિયમ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાની વિરુદ્ધ છે.

અધિનિયમ પાકિસ્તાનના અલ્પસંખ્યકોની સુરક્ષા અને અધિકારની વિરૂદ્ધ

પ્રસ્તાવમાં કહ્યું છે કે આ સંશોધન દ્વિપક્ષીય કરાર અને ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખાસ કરીને પોતાના ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને અધિકારને લઇ જે પરસ્પર સમજ છે તેની વિરૂદ્ધ છે. એ પણ કહેવાયું છે કે અધિનિયમ પાડોશી દેશોના મામલામાં હસ્તક્ષેપ છે.

અંદાજે 5000 સોશિયલ મીડિયા હેન્ડલ ફેલાવી રહ્યા નકલી સમાચાર

ભારતની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ 5000થી વધુ પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલની ઓળખ કરી છે. જે નાગરિકતા કયદા પર નકલી સમાચાર ફેલાવા માટે એકત્ર થાય છે. આની પહેલાં દેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવા માટે નકલી વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલીક મુખ્ય પાકિસ્તાની હસતીઓ પણ પોતાના ખાનગી હેન્ડલથી માહિતી શેર કરવામાં લાગ્યા છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે આ હેન્ડલ છેલ્લાં 48 કલાકથી સક્રિય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.