કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો અમલમાં થયો પરંતુ તેમાં ઢીલ મુકીને અન લોક કર્યા પછી કોરોના સંક્રમણના કેસ દેશમાં સતત વધતા જાય છે. અનલોક -1ને હજુ 20 દિવસ પણ નથી થયા ત્યારે કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દેશમાં 440215 કેસ જોવા મળે છે. આ આંકડો એક બે દિવસમાં જ 4.50 લાખને વટાવી જાય તેવી શકયતા છે. હાલમાં દેશમાં 440215 માંથી 248189 લોકો કોરોનામાંથી બહાર આવ્યા છે. જયારે સક્રિય કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 178014 છે. રિકવરી રેટ સારો છે તેમ છતાં જો કોરોના સંક્રમણના કેસ સતત વધતા જશે તો ફરી લોકડાઉનની નોબત આવશે એવી ચર્ચાએ ફરી જોર પકડયું છે કારણ કે વર્તમાન સમયમાં સોશિયલ ડિસ્ટન્સિસ એ જ એક માત્ર કોરોનાનો અસરકારક ઇલાજ છે અને તેનો માર્ગ લોક ડાઉન છે ખાસ કરીને મુંબઇ અને દિલ્હી પછી ચેન્નાઇ, બેંગ્લોર પૂર્વોત્તર રાજય અસરમના પાટનગર ગૌહાટીમાં વધતા જતા કોરોના સંક્રમણે ચિંતા વધારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તમિલનાડુમાં મેટ્રોપોલિટન ચેન્નાઇ પોલિસ વિસ્તારના 4 જિલ્લાઓમાં 19 થી 30 જુન સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં ચેન્નાઇ ઉપરાંત કાંચીપૂરમ, ચેંગલપટ્ટુ અને તિરવલ્લૂરનો સમાવેશ થાય છે. ચેન્નાઇમાં 44000 કરતા પણ વધારે કોરોનાના કેસ બહાર આવ્યા છે. આથી સરકાર સફાળી જાગી છે. છેલ્લા કેટલાક સમયથી સરેરાશ 800 થી પણ વધારે કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહયા છે.
એવી જ રીતે બેંગ્લોર અને ગૌહાટીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિસ પળાવવા માટે લોકડાઉન કે તેના જેવી કોઇ વ્યવસ્થા ઉભી કરવાનું વિચારાઇ રહયું છે. અસમ રાજયની વાત કરીએ તો હજુ સુધી કુલ 3718 જેટલા સંક્રમિત કેસો બહાર આવ્યા છે જેમાંથી 1584 લોકો સાજા થાય છે. આમ જોવા જઇએ તો અન્ય રાજયોની પરીસ્થિતિની સરખામણીમાં ઓછા કેસ છે પરંતુ સરકાર સેમ્પલિંગ વધારીને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાનું નકકી કર્યુ છે.ગૌહાટીમાં રેન્ડમ સેમ્પલિંગ શરુ થયું છે જેમાં પ0 હજારથી પણ વધારે ટેસ્ટ કરવામાં આવશે. અસમ સરકારે પણ સંકત આપ્યા છે કે જો ગૌહાટીમાં કમ્યૂનિટી સંક્રમણ ધ્યાનમાં આવશે તો લોકડાઉનનો અમલ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.