ભારતમાં બે જીવલેણ વાયરસનો અટેક, અત્યાર સુધી 23ના મોત; તાવ-સાંધામાં દુઃખાવા સહિત 10 લક્ષણો..

Zika and Chandipura Virus: દેશમાં હાલ ઝીકા વાયરસ અને ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસના કારણે લોકોના મોત થઇ રહ્યા છે. તેથી તેના લક્ષણો અને બચાવના ઉપાય વિશે જાણકારી રાખવી આવશ્યક છે.

Zika and Chandipura Virus News: ભારતમાં હાલ બે જોખમી અને જીવલેણ વાયરસનો પ્રકોપ છે. એક છે ઝીકા વાયરસ (Zika virus) અને બીજો છે ચાંદીપુરા વાયરસ (Chandipura virus), આ બંને વાયરસ ઘાતક છે. ઝીકા વાયરસથી અત્યાર સુધી 4 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ બંને વાયરસ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફેલાઇ ચૂક્યા છે.

આ બંને વાયરસ મચ્છરો દ્વારા ફેલાય છે, તેથી સરકારે મચ્છરોથી બચવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે. ધ્યાન રાખો કે, આ બંને વાયરસનો કોઇ સ્થાયી ઇલાજ કે રસી નથી, જેના કારણે સંક્રમિત વ્યક્તિ જીવ પણ ગુમાવી શકે છે. વરસાદનું વાતાવરણ છે અને ચારેતરફ મચ્છરોના જમા થવાથી તેનું જોખમ વધી જાય છે. કોઇ પણ પ્રકારના સંક્રમણથી બચવા માટે અહીં જણાવેલા લક્ષણો અને ઉપયોગ પર ધ્યાન આપવું જોઇએ.

પુણેમાં 66 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ

પુણે શહેરમાં ઓછામાં ઓછા 66 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઇ છે, જેમાં 26 ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. જો કે, મોટાંભાગની ગર્ભવતી મહિલાઓની સ્થિતિ સામાન્ય છે. એવું માનવમાં આવે છે કે, આ વાયરસથી 4 લોકોના મોત થયા છે, પરંતુ અધિકારીઓ અનુસાર, તેઓના મોત વાયરસથી નહીં પરંતુ અગાઉથી મોજૂદ બીમારીઓના કારણે થયા છે. આ લોકો 68થી 78 વર્ષના હતા.

ચાંદીપુરા વાયરસના 53 કેસ, 19 લોકોના મોત

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ મંગળવારે રાજ્યસભાને જણાવ્યું કે, 31 જુલાઇ સુધી ભારતમાં ઝીકા વાયરસના 53 કેસ સામે આવ્યા છે. જેમાં 51 ગુજરાતથી અને બે રાજસ્થાનમાં છે. ચાંદી પુરા વાયરસના 53 કેસમાંથી 19 લોકોના મોત થયા છે, આ તમામ દર્દીઓ ગુજરાતના છે.

કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, ઝીકા વાયરસ એડીસ (Aedes) મચ્છરોના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી અન્ય બીમારીઓ પણ ફેલાવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, ગર્ભવતી મહિલાઓમાં ઝીકા વાયરસ બાળકના દિમાગના વિકાસમાં સમસ્યા પેદા કરી શકે છે, જેનાથી બાળકોનું માથું નાનું રહી શકે છે. ગર્ભવતી મહિલાઓ અને તેના ગર્ભસ્થ બાળકને નર્વસ સિસ્ટમની સમસ્યાઓ પણ થઇ શકે છે.

ઝીકા વાયરસના લક્ષણો

સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ઘણીવાર લોકોને ઝીકા વાયરસ અંગે જાણકારી નથી હોતી કારણ કે તેના સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ કેટલાંક દર્દીઓમાં તેના હળવા લક્ષણો જોવા મળે છે-

ત્વચા પર રેશિઝ

સાંધામાં દુઃખાવો

તીવ્ર તાવ

આંખોની લાલાશ (કન્જક્ટિવાઇટિસ)

માસપેશીઓમાં દુઃખાવો

ઝીકા વાયરસથી બચવાના ઉપાય

ઝીકા વાયરસથી બચવા માટે મચ્છરોથી દૂર રહેવું જોઇએ. આ માટે મચ્છર ઘર કે ઘરની આસપાસ જમા ના થાય તે માટે જરૂરી પગલાં ઉઠાવવા જોઇએ. ધ્યાન રાખો કે ઝીકા વાયરસના સંક્રમણને અટકાવવા અથવા ઉપચાર માટે હાલ કોઇ રસી ઉપલબ્ધ નથી, ડોક્ટર તેના લક્ષણોના આધારે ઉપચાર કરે છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પ્રકારનો વાયરસ છે જે મુખ્યત્વે બાળકોને પ્રભાવિત કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, તેનું નામ એ સ્થળ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં આ વાયરસ વિશે પહેલીવાર જાણકારી મળી હતી. આ વાયરસ સામાન્ય રીતે મચ્છરોના કરડવાથી ફેલાય છે. કેટલાંક કેસમાં તે ગંભીર જટિલતાઓ પેદા કરી શકે છે. આ વાયરસ માટે કોઇ વિશેષ દવા નથી. ઉપચારના મુખ્ય રૂપથી તેના લક્ષણોને દૂર કરી શકાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસ એક ગંભીર બીમારી છે, ખાસ કરીને બાળકો માટે. તેથી જો બાળકમાં અહીં જણાવેલા કોઇ પણ લક્ષણો જોવા મળે તો તત્કાળ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જેમ કે-

તીવ્ર તાવ આવવો

માથામાં દુઃખાવો

વારંવાર ઉલટી આવવી

ડાયરિયા

ભૂખ ના લાગવી

બેચેની રહેવી

શરીરમાં કમજોરી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.