ભારતમાં 60 ટકાથી પણ વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી,જેમાં મુખ્ય જરૂરીયાત ખાતર અને બિયારણ.. જે હવેથી સરકાર ખેડૂતને સસ્તા ભાવે મળશે..

ભારત એક ખેતીપ્રધાન દેશ છે, જેમાં અડધા કરતાં પણ વધારે વ્યક્તિનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીથી ખેતીની પ્રાથમિકતા બદલાઈ છે. મોદી સરકારની મુખ્ય છ પ્રાથમિકતા છે, જેમાં ઉત્પાદન વધવું, ખર્ચ ઘટવો, મોલનો યોગ્ય ભાવ મળવો, પ્રાકૃતિક અડચણની સામે પૂરતી રાહત આપવી, કૃષિ વૈવિધ્યકરણ, મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. સરકાર ખેતી માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરી રહી

શિવરાજસિંહ ચૌહાણ એમ પણ કહે કે, વર્ષ 2013-14માં ખેતી માટે 27,663 કરોડ રૂપિયાનું બજેટ ફળવ્યું હતું, જે વર્ષ 2024-25માં વધીને 1,32,470 કરોડ થઈ ગયું છે. આ બજેટમાં જો ખાતરની અને અન્ય સબસિડી જોડીએ તો આ આંકડો 1,75,444.55 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે આ રકમમાં ખેતીની ફાળવણી નથી જોડી. ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે સૌ પ્રથમ ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું રહેશે.

109 ઉચ્ચ ક્વોલિટીના નવા બીજ

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા ઉચ્ચ ક્વોલિટીના બીજ તૈયાર કરી રહી છે, જેમાંથી 109 બીજ તૈયાર થઈ ગયા જે હવે બહાર પાડવામાં આવશે. સરકારે કરેલા પ્રયાસોને કારણે વર્ષ 2023-24માં દેશમાં કૃષિ ઉત્પાદન વધીને 32.9 કરોડ ટન પહોંચ્યું છે, જ્યારે બાગાયતી ખેતીનું ઉત્પાદન વધીને 35.2 કરોડ ટન પહોંચી ગયું છે. સરકારે કઠોળ અને તેલીબિયાં પાર કામ વધાર્યું છે, જેથી તેનું ઉત્પાદન સતત વધતું રહે છે.

ભારત સરકારે કઠોળમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂત અડદ અને મગનું જેટલું ઉત્પાદન કરે તેને પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે, જે સરકાર એમએસપી પર ખરીદશે. કૃષિ મંત્રી એ પણ કહે છે કે, સરકાર કઠોળ અને તેલીબિયાં પર વધારે ધ્યાન આપી રહી છે જેથી તેનું ઉત્પાદન વધ્યું છે.

સસ્તું મળતું રહેશે ખાતર

કૃષિ મંત્રી કહે છે કે સરકાર યુરિયા ખેડૂતને 266 રૂપિયે આપે છે, એ જ રીતે 50 કિલો ડીએપીના પણ ભાવ વધવા નથી દીધા. સરકાર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખાતર જે ભાવે વેચાય છે તે જ ભાવે મળતું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.