ભારતમાં 500 નજીક પહોંચ્યો કોરોનાનાં દર્દીઓનો આંકડો

કેરળમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ મળ્યો છે.આની સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 95 થઇ ગઇ છે. જોકે, કેરળમાંથી કોઇપણ દર્દીની મોતનાં સમાચાર આવ્યાં નથી.

ગુજરાતમાં કોરાના વાયરસની મહામારીએ સર્જેલી અતિગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને સોમવારની મધરાતે 12 વાગ્યાથી 31મી માર્ચ સુધી લૉક ડાઉન કરવાનો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં કોરોના વાયરસને કારણે એક દરદીના થયેલા મોતને કારણે તથા એક જ દિવસમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં મોટો વધારો આવી જતાં પરિસિૃથતિને વકરતી રોકવા માટે આજે રાત્ર પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીના એઇમ્સમાં દરેક પ્રકારની ઓપીડીને બંધ કરી દેવામાં આવી છે, અને દરેક પ્રકારની સારવાર પણ હાલ અટકાવી દેવામાં આવી છે. જોકે તેની વિપરીત અસર દર્દીઓ પર થઇ શકે છે અને દર્દીઓ સારવાર માટે ભટકી શકે છે. જોકે ઇમર્જન્સી સેવાઓ જ ચાલુ રહેશે. એઇમ્સમાં દરરોજ સારવાર માટે 12 હજાર દર્દીઓ પહોંચે છે અને તેને જ બંધ કરવાનો નિર્ણય લેવાતા આ દર્દીઓની સારવાર ક્યાં થશે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાજ્યોના 548 જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરી, ચંડીગઢમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે 472 પર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક 9 થઇ ગયો છે. રાજ્યોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉ. પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક જિલ્લામાં તો કેટલાક રાજ્યોમાં શહેરો કે સંપૂર્ણ લોકડાઉનના આદેશ અપાયા છે. દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર, ચંડીગઢ, પુડ્ડુચેરીમાં સોમવારે કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની બોર્ડર સીલ કરવાનો આદેશ ઉધ્ધવ ઠાકરેએ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.