ભારત માટે ચિંતાનો વિષય, 80 ટકા દર્દીઓમાં કોરોનાના લક્ષણ જ નથી દેખાઈ રહ્યા

કોરોના સામેની લડાઈમાં ભારત માટે ચિંતાનો વિષય બને તેવુ ઓબ્ઝર્વેશન ભારતના વૈજ્ઞાનિકોએ કર્યુ છે.

ભારતમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડોક્ટર રમણ ગંગાખેડકરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે, ભારતમાં 80 ટકા કેસ વા છે જેમાં કોરોનાના કોઈ લક્ષણ જ દેખાઈ રહ્યા નથી. આવામાં જેમને ચેપ લાગ્યો છે કે તેમને ઓળખવાનુ કામ મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં વસતીનો આંકડો જોતા તમામનો ટેસ્ટ કરવો સંભવ નથી.

તેમણે કહ્યુ હતુ કે, કેટલાક લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હોય છે કે, તેમને વાયરસનો ચેપ લાગે તો પણ બહારથી આ વ્યક્તિ સામાન્ય જ દેખાય છે. પણ ખતરનાક બાબત એ છે કે, આ વ્યકિતના કારણે બીજાને ચેપ લાગી શકે છે. આ સંજોગોમાં કોરોના વાયરસનો ચેપ કોણે કોને લગાડ્યો તે જાણવુ બહુ પડકાર જનક બની જાય છે.

ડો.ગંગાખેડકરે કહ્યુ હતુ કે, આવી સ્થિતિ પછી પણ ટેસ્ટિંગની પેટર્ન બદલી શક્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.