આખા વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાયરસ કદાચ ભારતમાં એટલો ખતરનાક સાબિત નહીં થાય. અમેરિકા, ઇટલી, સ્પેન, ફ્રાન્સ જેવા વિકસિત દેશોમાં કોવિડ-19ના લીધે લાખો લોકોના મોત થયા છે. જો કે, ભારતમાં એટલી ખરાબ પરિસ્થિતિ સર્જાશે નહીં. કેન્દ્ર સરકારનો અંદાજો તો આ જ કહે છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર દેશ ખરાબથી ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કેટલાંય વિકસિત દેશોની જેવી સ્થિતિ સર્જાઇ, અમે તેવી સ્થિતિ ભારતમાં બનતી જોઇ રહ્યા નીથી.
તમામ ઇન્ડિકેટર્સ આશા જગાવી રહ્યા છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કેસનો ડબલિંગ રેટ દર લગભગ 11 દિવસનો રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડબલિંગ રેટ 9.9 દિવસ થઇ જાય છે. શનિવારે ડૉ.હર્ષવર્ધન એ કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો દર 3.3 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછો ફેટલિટી રેટ્સમાં સામેલ છે. આ સિવાય ભારતનો રિકવરી રેટ 29.9% થઇ ગયો છે. હર્ષવર્ધને કહ્યું કે આ બધા ખૂબ સારા સંકેત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.