ભારત માટે કોરોના સામેની લડાઈમાં રાહત મળે તેવા અહેવાલ પણ આવી રહ્યા છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે પણ તેની સાથે સાથે જે દર્દીઓ છે તે પણ સાજા તો થઈ જ રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 18000 પર પહોંચી ચુકી છે પણ તેની સામે 3250 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે, સોમવારે એક જ દિવસમાં આખા દેશમાં કોરોનાના 705 દર્દીઓ સાજા થઈને ઘરે રવાના થયા હતા. અત્યાર સુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા નથી.
આંકડા જોવામાં આવે તો 15 એપ્રિલ સુધીમાં 183 લોકો સાજા થયા હતા.જોકે હવે એક જ દિવસમાં 705 દર્દીઓ સાજા થતા કોરોના સામેના જંગ લડી રહેલા મેડિકલ સ્ટાફને પણ તેમાંથી પ્રેરણા અને નવો ઉત્સાહ મળી રહ્યો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.