ભારતમાંથી સમેટી લીધો બિઝનેસ ,13 માર્કેટમાંથી સમેટી લેશે કારોબાર

અમેરિકાની આ બેન્કે ગુરુવારે ભારતમાંથી કારોબાર સમેટી લેવાનું એલાન કર્યુ છે. જો કે આ નિર્ણય બેન્કે કેમ લીધો છે અને કર્મચારીઓ પર શું અસર થશે તે વિશે પણ વાત કરી છે.

સિટીબેન્કે ગ્લોબલ લેવલ પર આ નિર્ણય કર્યો છે કે તે 13 માર્કેટમાંથી પોતાના બિઝનેસને હટાવી લેશે. હવે તે કેટલાક સંપન્ન દેશો પર જ ફોકસ કરશે.

સિટીબેન્કના ગ્લોબલ સીઇઓ જેન ફ્રેજરે કહ્યું કે આ ક્ષેત્રોમાં કોમ્પિટીશનનો માહોલ નથી જેના કારણે બેન્કે આ નિર્ણય લીધો છે. સિટીબેન્ક રીટેલ બિઝનેસમાંથી બહાર નીકળી રહી છે.

બેન્ક કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ્સ, રિટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટ સામેલ છે. સિટીબેન્કની દેશમાં 35 શાખાઓ છે અને તેના કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં 4000 કર્મચારીઓ કામ કરે છે. સિટીબેન્કના ગ્લોબલ સીઇઓ જેન ફ્રેજરે કહ્યું કે આ ક્ષેત્રોમાં કોમ્પિટીશનનો માહોલ નથી .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.