માઈનોરિટી કમિશનના ચેરમેન જફરુલ ઈસ્લામે સોશ્યલ મીડિયા પર કરેલી વિવાદાસ્પદ પોસ્ટ બાદ હવે તેમની સામે દેશદ્રોહના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમની ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો હતો. જફરુલે ફેસબૂક પર પોસ્ટ મુકી હતી કે, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. એ પછી તેમણે કુવેતનો ભારતીય મુસ્લિમો સાથે ઉભા રહેવા બદલ આભાર માન્યો હતો અને લખ્યુ હતુ કે, જો આરબ દેશોને ભારતીય મુસ્લિમો પર થઈ રહેલા જુલમ અંગે ફરિયાદ કરવામાં આવી તો પ્રલય આવશે.
આમ ભારતનો ખુલ્લેઆમ વિરોધ કરનારા જફરુલ સામે સોશ્યલ મીડિયામાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. એ પછી જફરુલે આ મુદ્દે માફી પણ માંગી હતી. જોકે એ દરમિયાન દિલ્હી પોલીસે હવે તેમની સામે ફરિયાદ નોંધી છે.
જફરુલે કહ્યુ હતુ કે, દેશ જ્યારે કટોકટી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે મારા તરફથી ખોટા સમયે અસંવેદનશીલ પોસ્ટ મુકવામાં આવી છે. હું એ તમામ લોકોની માફી માંગુ છુ જેમની લાગણી ઘવાઈ છે.
જફરુલનો સાથે આરોપ છે કે, મીડિયાના એક વર્ગે મારુ નિવેદન તોડી મરોડીને રજુ કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.