સુનીલ ગાવસ્કરે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે જલ્દીજ બીજો વિકલ્પ શોધવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે ધોનીને સન્માન સાથે વિદાય આપવી જોઈએ.
વર્લ્ડ કપ 2019 બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને બે્ટસમેન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતીની ચર્ચાઓ ચાલી રહી છે. અનેક પૂર્વ ખેલાડીઓ પણ કહી ચુક્યા છે કે ધોનીએ હવે સંન્યાસ લઈ લેવો જોઈએ. તેની વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે હવે ધોનીનો સમય પૂરો થઈ ગયો છે. તેને સન્માન સાથે વિદાય આપવી જોઈએ.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે જલ્દીજ બીજો વિકલ્પ શોધવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે ધોનીને સન્માન સાથે વિદાય આપવી જોઈએ. તેમણે કહ્યું ટીમ ઈન્ડિયા પાસે રિષભ પંત એક સારો વિકલ્પ છે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે ધોનીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે 38 વર્ષના આ ખેલાડીનો કોઈ વિકલ્પ નથી. કોહલીએ કહ્યું હતું કે અનુભવ હંમેશા મહત્વનો હોય છે. અનેક ખેલાડીઓ ભુતકાળમાં આ વાતને સાબિત કરી ચુક્યા છે કે ઉંમર માત્ર એક આંકડો છે. ધોનીએ પણ પોતાના કરીયરમાં આ વાતને ઘણી વખત સાબિત કરી છે.
મેચ દરમિયાન આ ખેલાડીને આવ્યો ગુસ્સો, એમ્પાયરની સામે જ બૉલ મારીને તોડી નાંખ્યુ સ્ટમ્પ, વીડિયો વાયરલ
ઊંચી એડીના સેન્ડલથી પરેશાન થઈ આ હોટ એક્ટ્રેસ, કેમેરાની સામે જ સેન્ડલ ઉતારીને આપ્યા પોઝ,જુઓ તસવીરો
INDvSA: કોહલીએ નોંધાવ્યો વધુ એક કીર્તિમાન, T20 ક્રિકેટમાં આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.