ભારતે નકલી અયોધ્યા બનાવ્યું, અસલી અયોધ્યા નેપાળમાં છે : નેપાળના પીએમનું વિવાદાસ્પદ નિવેદન

– એવો પણ દાવો કર્યો છે કે વિજ્ઞાન અને જ્ઞાનની ઉત્પતિ નેપાળમાં થઇ

 

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. તેઓ પોતાની સત્તાને બચાવવા માટે સતત ભારત પર આક્ષએપો કરી રહ્યા છે. સોમવારે તેમણે કહ્યુ કે ભારતે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યુ છે, અસલી અયોધ્યા તો નેપાળમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ કહી ચુક્યા છે કે ભારત તેમને સત્તા પરથી દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ વાત તેમણે સોમવારે વડાપ્રધાન આવાસ પર આયોજિત એક કાર્યક્રમમાં કરી છે.

કેપી શર્મા ઓલીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે નેપાળ પર સાંસ્કૃતિક અત્યાચાર કરવામાં આવ્યા છે. જેના માટે ઐતિહાસિક તથ્યો સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે અમે માનીએ છે કે અમે ભારતીય રાજકુમાર રામને સીતા આપી હતી. પરંતુ અમે ભારતમાં સ્થિત અયોધ્યોના રાજકુમાર રામને નહીં પણ નેપાળમાં સ્થિત અયોધ્યાના રાજકુમારને સીતા આપી હતી.

અયોધ્યા એક ગામ છે, જે નેપાળમાં બીરગંજથી થોડું પશ્મિમમાં આવેલું છે. ભારતમાં જે અયોધ્યા બનાવવામાં આવ્યું છે તે વાસ્તવિક નથી. નેપાળના વડાપ્રધાને તર્ક આપતા કહ્યું કે જો ભારતની અયોધ્યા અસલી હોય તો રામ લગ્ન માટે આટલા બધા દૂર નેપાળમાં કઇ રીતે આવે? આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો છે કે વિજ્ઞાન અને જ્ઞાનની ઉત્પતિ નેપાળમાં થઇ છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઘણા દિવસોથી કેપી ઓલીના રાજીનામાની માંગ ઉઠી રહી છે, જેને કારણે તેઓ આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.