ભારત-ઓસી મેચમાં અદાણી ગ્રૂપના પ્રોજેક્ટનો વિરોધ, પોસ્ટર સાથે બે દર્શકો મેદાન પર દોડી આવ્યા

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સિડનીમાં રમાઈ રહેલી પહેલી વન ડેમાં અજીબો ગરીબ દ્રશ્ય સર્જાયુ હતુ.

આજની મેચમાં ઓસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરી રહ્યુ હતુ તે દરમિયાન મેચની 31મી ઓવરમાં બે દર્શકો અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે મેદાનમાં દોડી આવ્યા હતા.આ બંને દર્શકોના હાથમાં પોસ્ટર પણ હતુ.સુરક્ષાકર્મચારીઓને તેમને મેદાનમાંથી હટાવવા માટે દોડધામ કરવી પડી હતી.

સિડની મેદાન પર આ વિરોધ પ્રદર્શનની ટીવી પર મેચ જોઈ રહેલા કરોડો દર્શકોએ નોંધ લીધી હતી.દર્શકોએ હાથમાં પકડેલા પોસ્ટર પર લખવામાં આવ્યુ હતુ કે, નો વન બિલિયન ડોલર અદાણી લોન.. તેની સાથે લોન આપનાર એસબીઆઈ બેન્કનો લોગો પણ પોસ્ટરમાં દર્શાવાયો હતો.

જોકે ચાલુ મેચમાં દર્શકોના દેખાવો પર ખેલાડીઓ માટેના બાયો સિક્યુરિટી બબલ પર પણ સવાલો ઉભા થયા છે.જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ કહેવુ છે કે, આ દેખાવકારો ખેલાડીઓ નજીક પહોંચ્યા નહોતા.એટલે સુરક્ષા પર કોઈ સવાલ ઉભા થયા નથી.

ઉલ્લેખનીય છે કે, આજની મેચથી મેદાનમાં દર્શકોને એન્ટ્રી મળી છે.ઓસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપના પ્રોજેક્ટનો છેલ્લા કેટલાક વખતથી વિરોધ થઈ રહ્યો છે.અદાણી ગ્રૂપના કોલસાના પ્રોજેક્ટના કારણે પર્યાવરણને નુકસાન પહોંચશે તેવી દલીલ દેખાવકારો કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.