ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 70 વર્ષોથી એક કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ભારતના કરોડો રૂપિયા દાવ પર લાગ્યા હતા. હૈદરાબાદના નિઝામના રુપિયા સાથે જોડાયેલા 70 વર્ષ જૂના કેસમાં આખરે રસ્તો સાફ થઈ ગયો છે. લંડનમાં એક બેંકમાં લગભગ 7 દાયકાથી કરોડો રુપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનને પણ ભારતને 26 કરોડ રુપિયા આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવા માટે ખર્ચ કરાયેલા રુપિયાની 65 ટકા રકમ છે.
લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ગુરુવારે આ વિશે વાત કરી. અધિકારીઓએ જણાવ્યું કે, લંડન હાઈ કમીશનને 35 મિલિયન પાઉન્ડ એટલે કે 325 કરોડ રુપિયા પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ રૂપિયા 20 સપ્ટેમ્બર 1948 નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક અકાઉન્ટમાં ફસાયેલા હતા. પાકિસ્તાને પણ આ રુપિયા પર પોતાનો દાવો માડ્યો હતો. પાકિસ્તાનણી નજર આ કરોડો રૂપિયા પણ હતી.
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટે ભારત અને મુકર્રમ જાહના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની સામે લંડન હાઈકોર્ટમાં પાછલા 6 વર્ષથી આ કેસ લડી રહ્યા છે. બેંકે પહેલા જ આ રુપિયા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.
અધિકારીઓએ જણાવતા કહ્યું કે પાકિસ્તાને પણ ભારત સરકારને 2.8 મિલિયન એટલે લગભગ 26 કરોડ રુપિયા ચૂકવ્યા છે. આ ભારત દ્વારા લંડન હાઈકોર્ટમાં આ કેસ પર આવેલા ખર્ચની 65 ટકા રકમ છે. બાકી બચેલી રકમ જે ભારતે ભરી છે, તેના પર હજુ વાતચીત ચાલી રહી છે. લંડનમાં એક ડિપ્લોમેટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “ખબર એવી છે કે પાકિસ્તાને તમામ રુપિયા ચૂકવી દીધા છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.