ભારતે પાકિસ્તાનને કહ્યુ કે તે શરત વિના જેલમાં કેદ ભારતીય નાગરિક અને પૂર્વ નૌસેના ઑફિસર કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપે. કાઉન્સેલર એક્સેસનો અર્થ છે કે તેમને ભારતના રાજદૂત અથવા અધિકારીને જેલમાં તેમને મળવાની પરવાનગી આપવી. ગયા અઠવાડિયે ભારતે કહ્યુ હતુ કે તેઓ આ કેસમાં કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યુ છે.
જોકે પાકિસ્તાને દાવો કર્યો હતો કે સૈન્ય કોર્ટમાંથી મોતની સજા મેળવેલા જાધવે પુનર્વિચાર અરજી દાખલ કરવાથી ઈનકાર કરી દીધો છે. જોકે, બાદમાં ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન પલટી ગયુ હતુ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજા વિરૂદ્ધ અપીલ કરવાની અનુમતિ આપી દીધી.
ગયા વર્ષે કુલભૂષણને મળ્યા હતા ભારતીય અધિકારી
2 સપ્ટેમ્બર 2019એ પાકિસ્તાને કુલભૂષણ જાધવને પહેલીવાર કોન્સ્યુલર એક્સેસ (Consular Access) આપ્યુ હતુ. તે સમયે ઈસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલુવાલિયાએ તેમની મુલાકાત કરી. આ મુલાકાત બાદ ભારત તરફથી કહેવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાન કુલભૂષણ જાધવ પર ખોટુ નિવેદન આપવા માટે ઘણુ દબાવ કરી રહ્યુ છે. 2016માં ધરપકડ બાદ જાધવ સુધી ભારતની આ પહેલી રાજદ્વારી પહોંચ હતી.
આંતરરાષ્ટ્રીય કોર્ટે તેમને કોન્સ્યુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ભારતે એકવાર ફરીથી કોન્સ્યુલર એક્સેસ ની માગ કરી હતી પરંતુ બાદમાં પાકિસ્તાને ઈનકાર કરી દીધો હતો.
આઈસીજેએ સજા પર ફરીથી વિચાર કરવા માટે કહ્યુ હતુ
પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાધવને મોતની સજા સંભળાવી હતી. આના કેટલાક અઠવાડિયા બાદ ભારતે જાધવને દૂતાવાસની પહોંચ નહીં આપવા જવા પર અને તેને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને પાકિસ્તાન વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં અપીલ કરી હતી.
આઈસીજેએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવાથી રોક લગાવ્યો હતો. હેગ સ્થિત કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં કહ્યુ હતુ કે પાકિસ્તાને જાધવને દોષી ઠેરવ્યા જવા અને સજા પર પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવો જોઈએ અને કોઈ મોડુ કર્યા વિના તેને ભારતીય દૂતાવાસની પહોંચ ઉપલબ્ધ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.