Live: ભારત પાસે આત્મનિર્ભર બનવાની પૂરી ક્ષમતા, રાહત પેકેજ પર નાણામંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજમાં કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિસ્તૃત માહિતી આપી રહ્યાં છે.


પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાત

– ભારત પાસે આત્મનિર્ભર બનાવની પૂરી તાકાત

– ભારતની પ્રોડક્ટને વૈશ્વિક બનાવવની ઉત્તમ તક

– પેકેજમાં લઘુ ઉદ્યોગ પર ભાર મુકવામાં આવ્યો

– ભારતમાં પીપીઇ સૂટ અને લાઇફ સપોર્ટ ઇક્વીપમેન્ટનું નિર્માણ શરું થયું

– જીએસટી રિફોર્મ અને બેંકિગ જેવા પગલા ભરાયા


20 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા પણ પૈસા આવશે ક્યાંથી…?

કોરોના વાયરસના કારણે નબળા પડેલા દેશના અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. દેશની જનતાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકારના વર્તમાન નિર્ણય અને રિઝર્વ બેંકની જાહેરાતોને ભેગી કરીને આ પેકેજ આશરે 20 લાખ કરોડ રૂપિયાનું હશે.

તે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન એટલે કે, જીડીપીના 10 ટકા જેટલી રકમ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ આ પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપશે પરંતુ સરકાર પાસે આ આર્થિક પેકેજ માટેના પૈસા ક્યાંથી આવશે તે એક સવાલ છે.

ઉધાર લઈ રહી છે સરકાર

હકીકતે સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે બજારમાંથી ઉધારી લેવાનું લક્ષ્ય વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. મહત્વની વાત એ છે કે, સામાન્ય બજેટમાં તે માટેનું લક્ષ્ય 7.8 લાખ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.