ચીન ભારતની સામે છેલ્લા કેટલાક વર્ષોથી આક્રમક રીતે એક પછી એક નવા હથિયારનો ઉપયોગ કરવાનું શરુ કર્યું છે. આ હથિયાર છે લોનની નીતિ. ચીને પોતાની આ નીતિને પરિણામે ભારતની ચારે તરફ આવેલા નાના-નાના દેશોને પોતાના દેણદાર બનાવી લીધા છે. તેના થકી તે ભારતને ચારે તરફથી ઘેરવા માગે છે.
ચીન સતત ભારતને કમજોર બનાવવાના પ્રયાસ કરતું આવ્યું છે. ચીનને એવી આશા છે કે તેની આ લોનની નીતિ વડે તે એશિયામાં સૌથી તાકાતવર દેશ બની જશે અને અમેરિકાને ટક્કર આપશે. આવો જાણીએ ચીને ભારતના ક્યાં પાડોશી દેશને પોતાની લોનની નીતિમાં કેવી રીતે ફસાવ્યાં.
શ્રીલંકાઃ ચીને શ્રીલંકાના હંબનટોટા બંદર, એરપોર્ટ, કોલ પાવર પ્લાન્ટ, રોડ નિર્માણમાં 36,480 કરોડ રૂપિયાનું નિર્માણ કર્યું હતું. 2016માં આ દેવું વધીને 45,600 કરોડ રૂપિયા થઇ ગયું. શ્રીલંકા આ દેવું ચુકવી શક્યું નહીં. તેના પર શ્રીલંકાએ હંબનટોટા બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપવું પડ્યું.
પાકિસ્તાનઃ પાકિસ્તાને ચીનના સીપીઇસી પ્રોજેક્ટમાં 4.56 લાખ કરોડ રૂપિયાનું રોકા કર્યું છે. તેની મોટી રકમ લોન પેટે હતી. અને તે પણ 7 ટકાના વ્યાજે. ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પાસે નૌસેનાનો બેઝ બનાવવા માગે છે.
બાંગ્લાદેશઃ ચીને બાંગ્લાદેશના બીઆરઆઈ પ્રોજેક્ટ માટે કરાર કર્યાં હતા. ચીને બાંગ્લાદેશમાં 2.89 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
નેપાળઃ ચીને તિબેટથી 32 કિલોમીટર દૂર નેપાળના રસુવામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટમાં ચીને 950 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
માલદીલઃ માલદીવએ 2016માં 16 ટાપુંને ચીનની કંપનીઓને લીઝ પર આપી દીધી હતી. હવે ચીન આ ટાપુ પર બાંધકામ કરી રહ્યું છે. જેથી હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીની આજુબજુ થતા વ્યાપાર અને ભારત પર નજર રાખી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.