ભારતે પહેલી વખત ચીનની હોંગ કોંગ નામની ‘દુખતી નસ’ દબાવી

ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ હવે ભારતે દરેક મોરચા પર ચીન સાથે આંખથી આંખ મીલાવીને જવાબ આપવાની નીતિ અપનાવી હોય તેમ લાગી રહ્યુ છે.

ચીનને પાઠ ભણાવવા માટે એક તરફ ભારતે આર્થિક મોરચે લડત શરુ કરી છે તો બીજી તરફ કૂટનીતિના મોરચે ભારતે પહેલી વખત ચીનની દુખતી નસ દબાવી છે.આ નસનુ નામ છે હોંગકોંગ.

હોંગકોંગમાં ચીન નવો સુરક્ષા કાયદો લાગુ કરવા જઈ રહ્યુ છે.જેનો હોંગકોંગના લોકો વિરોધ કરી રહ્યા છે.અમેરિકા સહિતના બીજા દેશો પણ આ મુદ્દે ચીનની સામે પડેલા છે  ત્યારે પહેલી વખત ભારતે યુનાઈટેડ નેશન્સની હ્યુમન રાઈટ કાઉન્સિલની બેઠકમાં હોંગકોંગનો ુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે, હોંગકોંગને વિશેષ વહિવટી દરજ્જો આપવાનો ચીનનો નિર્ણય તેનો આંતરિક મામલો છે પણ તેના પર ભારત નજર રાખી રહ્યુ છે.

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યુ હતુ કે, હાલમાં બનેલી ઘટનાઓ પર ચિંતા થાય તેવા નિવેદનો સાંભળી ચુક્યા છે.અમને આશા છે કે, સબંધિત પક્ષો તેનુ યોગ્ય સમાધાન કરશે.

ભારતે ચીનનુ નામ લીધા વગર આ નિવેદન આપ્યુ હતુ.જોકે મહત્વની વાત એ છે કે હોંગ કોંગ મુદ્દે પહેલી વખત ભારતે કોઈ સ્ટેટમેન્ટ આંતરરાષ્ટ્રિય મંચ પર આપ્યુ છે.આ નિવેદન પણ ગલવાન ખીણમાં થયેલા ટકરાવ બાદ જ ભારતે આપ્યુ છે.

હ્યુમન રાઈટસ કાઉન્સિલની બેઠકમાં 27 દેશોએ હોંગ કોંગ મુદ્દે ચીનને ઘેર્યુ હતુ.અમેરિકા પણ ઈચ્છી રહ્યુ છે કે, ભારત આ મુદ્દે ચીનના વિરોધમાં નિવેદન આપે.

ચીન હોંગ કોંગમાં નવા કાયદા સામે થઈ રહેલા દેખાવોના પગલે ત્યાંના નાગરિકો પર અત્યાચાર કરી રહ્યુ હોવાનો આક્ષેપ બીજા દેશો મુકી રહ્યા છે.અમેરિકાની સાથે ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, કેનેડા અને જાપાને ચીનની ટીકા કરી  છે.ભારત જ તેના પર ખુલીને બોલી રહ્યુ નથી.

ભારતે તો ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે પણ હજી સુધી ચીનની ટીકા કરવાનુ ટાળ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.