ભારત પહોંચી ગઈ કોરોના સાથે જોડાયેલી રહસ્યમય બીમારી, દેશમાં અહીં નોંધાયો પ્રથમ કેસ

 

અમેરિકા અને યુરોપીય દેશોમા બાળકોને બીમાર પાડનારી રહસ્યમયી બીમારી હવે ભારતમાં આવી ચૂકી છે. કોરોના વાઈરસ સાથે જોડાયેલી આ રહસ્યમયી બીમારીના કારણે કેટલાય બાળકોના મોત નીપજ્યા છે. સેંકડો લોકોની હજુ સારવાર ચાલી રહી છે. ચેન્નઈમાં 8 વર્ષીય બાળક કોરોના વાઈરસ સાથે જોડાયેલી હાઈપર-ઈન્ફલેમેટરી સિન્ડ્રોમથી બીમાર થનારો પહેલો કેસ નોંધાયો છે.

આ બીમારીના કારણે આ બાળકના શરીરમાં સોજા આવી ગયા છે. બાળક ચેન્નઈના કાંચી કામકોટિ ચાઈલ્ડ્સ ટ્રસ્ટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. બાળકના શરીરમાં ટોક્સિક શૉક સિન્ડ્રોમ અને કાવાસાકી બીમારીના લક્ષણ મળ્યા હતા.

ટૉક્સિક શૉક સિન્ડ્રોમ એટલે કે શરીરમાં ઝેરીલા તત્વોનુ ઉત્પન્ન થવુ અને સમગ્ર શરીરમાં ફેલાઈ જવુ. જેની અસર શરીરના કેટલાય મહત્વપૂર્ણ અંગો પર પડે છે. એક સાથે કેટલાક અંગ કામ કરવાનુ બંધ કરી શકે છે. બાળકોના જીવને જોખમ રહે છે.

10મે એ આ વિશે જર્નલ ઑફ ઈન્ડિયન પીડિયાટ્રિક્સમાં રિપોર્ટમાં પ્રકાશિત થઈ છે. જેમાં લખ્યુ છે કે આ બાળકમાં નિમોનિયા, કોવિડ-19 કોરોનાવાઈરસ, કાવાસાકી બીમારી અને ટોક્સિક શૉક સિન્ડ્રોમના લક્ષણ એકસાથે મળ્યા હતા પરંતુ બાળકમાં કોરોના અને હાઈપર-ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમને ઈમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુમેબ દવાથી સાજા કરી દેવાયા.

કાંચી કામકોટિ ચાઈલ્ડ્સ ટ્રસ્ટ હોસ્પિટલે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે પીડિત બાળકની શ્રેષ્ઠ સારસંભાળ કરવામાં આવી અને બે સપ્તાહ બાદ તેઓ સાજા થઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.