કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત સહિત દુનિયાના 81 દેશોમા શાંતિ વધી છે. ઈન્સ્ટિયુટ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પીસના હાલના રિપોર્ટ મુજબ, દુનિયાના 80 દેશોમા શાંતિ વધી છે.
શાંતિના મામલે દુનિયાના 163 દેશોમા ભારત 139મા નંબર પર છે. રિપોર્ટે આપેલી માહિતી અનુસાર, નાગરિક સંશોધન કાનુન(CAA)ને લઇને દેશમા વિવાદ ના થયો હોત, તો ભારતની સ્થિતિમા વધુ સુધારો થઈ શકત.
ભારતમા વિભિન્ન રાજનૈતિક, જાતીય અને ધાર્મિક સમુહો વચ્ચે તણાવ દેશમા શાંતિ માટે ખતરારૂપ છે. ભારત વિશે કહેવામા આવે છે કે, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ વધારવાના પ્રયાસોમા ભારતની ભૂમિકા મુખ્ય રૂપ બની છે.
સાથે જ દુનિયાભરમા ચાલી રહેલા હથિયારોની હોડ વચ્ચે સેના પર થયેલા ખર્ચમા ઘટાડો ઉલ્લેખનીય છે. ગ્લોબલ પીસ ઇન્ડેકેસમા આઇસલેન્ડ સતત 8મી વાર સૌથી શાંત દેશ રહ્યો છે. મુખ્ય 5 દેશોમા યુરોપમાથી એક ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.