અમેરિકામાં છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી ચોરી અથવા તો યૂરોપના ઈતિહાસની સૌથી મોટી ટેક્સ ચોરીની ઘટના સામે આવી છે. બે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, માર્ટિન શીલ્ડ અને પોલ મોરાએ કોમેક્સ ટ્રેડિંગ સ્કીમ દ્વારા યૂરોપના કેટલાક દેશોના ખજાનાથી 60 અબજ ડોલર (વર્તમાન ભાવના હિસાબે 4.20 લાખ કરોડ રૂપિયા)ની ટેક્સ ચોરી કરી છે. આ કામમાં સેંકડો બેન્કર્સ, રોકાણકારો અને વકીલોએ તેનો સાથ આપ્યો છે.
જો કે, તેમને ક્યારેય ખ્યાલ ન આવ્યો કે આખરે આખો ખેલ શું ચાલી રહ્યો છે. ટેક્સ ચોરીના આ સનસનીખેજ ગોટાળાને 2006-2011 વચ્ચે અંજામ આપવામાં આવ્યો. ખાસ વાત તો એ છે કે, દુબઈ નિવાસી ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજય શાહ પણ આ ટેક્સ ચોરીમાં સામેલ હતા. તેમણે માર્ટિન તથા પોલની જેમ કોમેક્સ ટ્રેડિંગ જેમ ડેનમાર્કના સરકારી ખજાના પર 2 અબજ ડોલર (14 હજાર કરોડ રૂપિયા)નો ચૂનો લગાવ્યો.
જો કે, શાહે કોઈ પણ પ્રકારના ફ્રોડમાં પોતાનો હાથ હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો છે. માર્ટિન અને પોલ બેન્ક ઓફ અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક શાખા મેરિલ લિંચ માટે કામ કરતા હતા. વર્ષ 2004માં બન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી. માર્ટિન બ્રિટન તો પોલ ન્યૂઝીલેન્ડનો રહેવાસી હતો. અહિં બન્નેએ મળીને કોમેક્સ ટ્રેડિંગ નામે સ્કીમ શરૂ કરી.
આ હેઠળ રોકાણકારોને ડબલ ટેક્સેશન એટલે કે બમણા ટેક્સથી બચાવવામાં આવતા હતા. આનો અર્થ એ કે, રોકાણથી થનાર કમાણી પર ન્યૂનતમ ટેક્સ લાગશે અને વધુમાં વધુ બચત થશે. માર્ટિન અને પોલ એટલા જાણકાર અને ચાલાક હતા કે ડિવિડન્ડ ટેક્સ પેમેન્ટ પર ડબલ રિફંડ લેતા હતા. આ આખી રમત યોગ્ય ટાઈમિંગ અને કાયદાની નબળાઈઓના ઉપયોગથી ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.