ભારત સરકારના શિપિંગ મંત્રાલયનું નામ બદવામાં આવ્યું, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ શિંપિંગ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝનું નામે ઓળખાશે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીના ઉદ્ધાંટન દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી.

તેમણે જણાવ્યું કે, ભારતનું સમુદ્ધ આત્મનિર્ભર ભારતનો મહત્વપૂર્ણ ભાગ બનીને ઉભરે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. સરકારના પ્રયાસોને બળ આપવા માટે જ વધુ મોટું પગલું ભરવામાં આવ્યું છે. મંત્રાલયનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વિકસિત અર્થવ્યવસ્થાઓમાં અનેક જગ્યાએ શિપિંગ મંત્રાલયજ પોર્ટ અને જળમાર્ગનો હવાલો સંભાળે છે. ભારતમાં પણ શિપિંગ મિનિસ્ટ્રી પોર્ટ અને જળમાર્ગ સાથે જોડાયેલું ઘણું કામ જુએ છે, તેથી નામમાં સ્પષ્ટતાથી કામમાં પણ સ્પષ્ટતા લાવશે.


ઘોઘા-હજારા રો-પેક્સ સેવાનું ઉદ્ધાંટન

ઘોઘા-હજીરા રો-પેક્સ સેવા શરૂ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંન્ને ક્ષેત્રોમાં લોકોનું વર્ષો જુનુ સપનું પૂર્ણ થશે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે સડક માર્ગનું 375 કિમીનું અંતર સમુદ્ર માર્ગે માત્ર 90 કિમી રહી જશે. 10 થી 12 કલાકની મુસાફરી હવે માત્ર 3-4 કલાકનો જ સમય લાગશે.

તેમણે જણાવ્યું કે, હવે સમુદ્ર માર્ગે પશુપાલકો અને ખેડુતોના ઉત્પાજદનો વધારે ઝડપથી, વધારે સુરક્ષિત રીતે બજાર સુધી પહોંચી જશે. આ રીતે સુરતમાં વ્યવસાય કરતા સાથીઓ માટે પણ ટ્રાંસપોર્ટેશનના માર્ગો સરળ થઈ જશે. વડાપ્રધાને કહ્યું, ભારતમાં પણ શિપિંગ મિનિસ્ટ્રી પોર્ટ અને જળમાર્ગો સાથે જોડાયેલું ઘણું કામ જુએ છે. તેથી નામ સ્પષ્ટતા, કામમાં પણ સ્પષ્ટતા લાવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.