ભારતને સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી કંપની પર સાઇબર હુમલો

– સંવેદનશીલ માહિતી ચોરાયાની શક્યતા

– હેકિંગથી કંપનીને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું, સાઈબર સેલના અધિકારીઓએ તપાસ આદરી

સંરક્ષણ ક્ષેત્રની એજન્સીઓને ટેકનિકલ સહાય આપતી નોઈડાની ખાનગી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે કંપની સાઈબર એટેકનો ભોગ બની છે અને તેનાથી કંપનીને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નોઈડામાં હેડક્વાર્ટર ધરાવતી ઈલકોમ ઈનોવેશન્સ નામની કંપની હેકિંગનો ભોગ બની છે. આ કંપની સૈન્યદળોને ટેકનિકલ સહાય આપે છે. એ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓને પણ ટેકનોલોજીની સર્વિસ પૂરી પાડે છે.

કંપનીએ હેકિંગનો ભોગ બન્યાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કંપનીના અિધકારીઓએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે હેકિંગના કારણે કંપનીને 50 કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. ફાઈનાન્શિયલ ઉપરાંત કંપનીની રેપ્યુટેશનને તો ફટકો પડયો જ છે, પરંતુ ડિફેન્સ ક્ષેત્રનો સંવેદનશીલ ડેટા પણ લીક થયો હોવાની શક્યતા છે.

પોલીસના સાઈબર સેલ વિભાગે ફરિયાદના આધારે આગળની તપાસ આદરી છે. પોલીસે કંપનીના અંદરના લોકોની પૂછપરછ કરી છે. પોલીસ અિધકારીઓએ શંકા વ્યક્ત કરી હતી કે આ હેકિંગમાં અંદરના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયલા હોવાની આશંકા છે. કારણ કે કંપનીના આંતરિક એક્સેસ વગર આ હેકિંગ શક્ય જણાતું નથી.

હેકિંગ દેશ બહારથી થયું છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જો સંવેદનશીલ ડેટા હેક થયો હશે તો એમાં કેવા પ્રકારના ડેટાનો સમાવેશ થાય છે – તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

અમેરિકન સરકારની સિસ્ટમ પર રશિયન હેકર્સ ત્રાટક્યા હતા. ટ્રમ્પ સરકારના અિધકારીઓએ સ્વીકાર્યું હતું કે નાણા અને વાણિજ્ય વિભાગની સિસ્ટમન હેક કરવાની કોશિશ થઈ હતી. ડેટા હેક થયો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અિધકારીઓએ કહ્યું હતું કે સરકારના વિવિધ વિભાગની સિસ્ટમ હેક થયાની શક્યતાના પગલે તપાસ હાથ ધરાઈ છે.

આ હેકિંગ પાછળ રશિયન હેકર્સ હોવાની પૂરી શક્યતા છે. શક્યતા તો એવી  પણ વ્યક્ત થઈ છે કે સિસ્ટમના મેઈલનો ડેટા પણ હેકર્સે મેળવી લીધો છે. જો એવું થયું હશે તો અમેરિકન નાણા અને કોમર્સ વિભાગનો ખૂબ જ ગુપ્ત ડેટા હેકર્સના હાથમાં જઈ ચડયો હશે. રશિયન ગુપ્તચર એજન્સીના હેકર્સ આ સાઈબર હુમલા પાછળ હોવાની લિંક પ્રાથમિક તપાસમાં અિધકારીઓને જણાઈ હોવાથી એ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.