ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ણષ વધી રહ્યું છે. ચીને ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરતા ભારતે ચીન સામે લાંલ આંખ કરી છે. લદ્દાખમાં ભારતીય વિસ્તારમાં ઘુસણખોરીને લઈને એક મોટો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મે મહિનામાં ઘુસણખોરીના કેટલાક મહિના પહેલા જ આ આદેશ આપ્યો હતો અને પૂરી તૈયારી કર્યા બાદ ચીની સૈનિકોએ બોર્ડરને પાર કરીને ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ પણ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે શી જિનપિંગે નવા વર્ષની શરૂઆતમાં તેના પહેલા આદેશમાં સૈન્ય પ્રશિક્ષણ માટે સૈનિકોને તહેનાત કરવાના આદેશ આપ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય વિસ્તાર ગલવાન ઘાટી, ઝીલ અને એસએસીની સાથે જોડાયેલા અન્ય વિસ્તારોમાં ચીનના પગલા કેટલાક મહિનાની તૈયારી પછી ઉઠાવવામાં આવ્યા હતા. આ તૈયારી શી જિનપિંગના જાન્યુઆરીમાં આપવામાં આવેલા આદેશ બાદ કરવામાં આવી હતી. આ તૈયારી એટલી રણનીતિ સાથે કરવામાં આવી હતી કે ચીને એક સાથે કેટલાય મોર્ચા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી. જેના પગલે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું જેમાં 20 ભારતીય જવાન શહિદ થયા હતા.
ભારતીય અધિકારીઓનું માનવું છે કે આ ઘટનાઓનો સમય એ બતાવે છે કે ઉચ્ચ કક્ષાએ ઘટનાની તૈયારી અને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીનું માનવું છે કે ચીનની સેનાને એવી રીતે તહેનાત કરવામાં આવી હતી કે ગલવાન ઘાટી અને પેંગોંગ ઝીલના વિસ્તારમાં ભારતને પાછી મોકલી દેવામાં આવે જેથી ચીનના વિસ્તારની સાથે તેનો સમાવેશ કરી દેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.