ભારતનું સૌથી સ્વચ્છ ઈન્દોર શહેર બની ગયું કોરોનાની કબર, આંકડા જાણીને ચોંકશો

કોરોનાના કેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. ભારતમાં પણ હાહાકાર મચ્યો છે. આ બાજુ મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર તો કબ્રસ્તાન બની રહ્યું છે. કબ્રસ્તાન કહેવાનું તાત્પર્ય અહીંના 4 કબ્રસ્તાન સંલગ્ન છે. જેની પાછળ અસલિયત શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

આખરે શું છે આ વધતી લાશોનું રહસ્ય?
મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર ભારતના સૌથી ક્લિન શહેરની સૂચિમાં પહેલા નંબરે આવે છે. પરંતુ અચાનક આ શહેરમાં લાશોની સખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. શું અહીંના ચાર કબ્રસ્તાનોનું તેની સાથે કોઈ કનેક્શન છે?

હકીકતમાં ઈન્દોરના ચાર કબ્રસ્તાનમાં 1થી 5 તારીખની વચ્ચે 127 લાશોને દફનાવવામાં આવી હતી. અને 7માં દિવસે તો આ આંકડો 145 પર પહોંચી ગયો. એટલું જ નહીં આઠમા દિવસે તો આ આંકડો 163 પર પહોંચ્યો. સમસ્યા કબ્રસ્તાનમાં દફનાવવાથી નથી. મુખ્ય વાત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કબ્રસ્તાનના આંકડાઓ પર નજર ફેરવે તો ખરેખર તેના મનમાં અનેક સવાલો ઊભા થાય.

શું કહે છે આંકડા?
મળતી માહિતી મુજબ સમગ્ર માર્ચ મહિનામાં આ ચારેય કબ્રસ્તાનમાં બધુ મળીને કુલ 130 લાશ દફન કરાઈ હતી. પરંતુ એપ્રિલ માસના પહેલા જ અઠવાડિયામાં આ લાશોની સંખ્યા મહિનાની સંખ્યાને પાર કરી ગઈ. એટલે કે એક મહિનામાં જેટલી લાશો લગભગ દફન થતી હોય છે તેટલી સંખ્યા એક જ અઠવાડિયામાં પહોંચી ગઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.