ભારતના ઉત્તરી પૂર્વ રાજ્યમાં સ્કૂલો ખુલતા જ 15 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા

ગુજરાત સરકાર અનલોક ગાઈડલાઈનના ભાગરુપે દિવાળી વેકેશન બાદ સ્કૂલો ખોલવા માટે વિચારણા કરી રહી છે પણ એ પહેલા ગુજરાત સરકારે મિઝોરમની સ્થિતિ જાણવા જેવી છે.

ભારતના આ ઉત્તરી પૂર્વ રાજ્યમાં સ્કૂલો ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળી રહ્યુ છે.15 વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવ્યા બાદ હવે મિઝોરમ સરકારે ફરી સ્કૂલો બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.આ પંદર વિદ્યાર્થીઓ બે પ્રાઈવેટ સ્કૂલોમાં અભ્યાસ કરે છે.

મિઝોરમ સરકારે 16 ઓક્ટોબરથી રાજ્યમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો હતો.જોકે સ્કૂલો ખુલતા જ કોરોનાનુ સંક્રમણ વિદ્યાર્થીઓમાં પણ પહોંચી ગયુ હતુ.જેના કારણે ફરી સ્કૂલો બંધ કરી દેવાઈ છે.ઉલ્લેખનીય છે કે, મિઝોરમ કોરોનાથી સૌથી ઓછા પ્રભાવિત થયેલા રાજ્યો પૈકીનુ એક છે.અહીંયા કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ મોત થયુ નથી.રાજ્યમાં હાલમાં માત્ર 249 એક્ટિવ કેસ છે.આમ છતા સ્કૂલો ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસ પહોંચી ગયો હતો.

કેન્દ્ર સરકારે રાજયોને સ્કૂલો ખોલવાની પરવાનગી આપી છે.જોકે સ્કૂલો ચાલુ કરવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્યો પર છોડ્યો છે.જેના ભાગરુપે કેટલાક રાજ્યોએ સ્કૂલો ફરી ખોલવાની કવાયત શરુ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.