ભારત વિરોધી વિદેશી મીડિયા ટ્રમ્પ પાસેથી કંઈ ઉકાળી ના શક્યા, ટ્રમ્પે ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે વખાણ કર્યા

નેશનલ ડેસ્ક: ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. ટ્રમ્પ સાથે વિદેશી મીડિયાનો પણ કાફલો આવ્યો હતો. આ સમયે અમુક મીડિયાએ ટ્રમ્પના મોઢામાં આંગળા નાખીને સંવેદનશીલ મુદ્દાઓ અંગે સવાલો પૂછ્યા હતા. જોકે ટ્રમ્પે તેના જવાબો આપીને તેમનો એજન્ડા પર પાણી ફેરવી નાખ્યું હતું. અમુક પત્રકારોએ CAA, કાશ્મીર, ધાર્મિક સ્વતંત્રતા અને દિલ્હીની ઘટના અંગે સવાલો કર્યા હતા પણ ટ્રમ્પે આ બધા ગુગલી બોલ પર સિક્સર ફટકારીને ભારતની ડિપ્લોમેટીક લેવલની જીતનો પુરાવો આપી દીધો હતો.

એક વિદેશી પત્રકારે સવાલ પૂછ્યો હતો કે દિલ્હીમાં બે દિવસથી હિંસાની ઘટના થઇ રહી છે. તમને વડાપ્રધાન મોદીએ નવા નાગરિકતા કાયદા વિશે શું કહ્યું અને આ પ્રકારની ધાર્મિક હિંસા વિશે તમે કેટલા ચિંતિત છો ?તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું- ‘‘આપણે ધાર્મિક સ્વતંત્રતા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાન(મોદી) તેમાં સશક્તપણે માને છે કે લોકો પાસે ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઇએ. તમે બીજા સ્થળોમાં શું થઇ રહ્યું છે તે જૂઓ તો ખબર પડશે કે અહીં(ભારત) ધાર્મિક સ્વતંત્રતા માટે સખત મહેનત કરવામાં આવી છે. અમે આ વિષય પણ લાંબા સમય સુધી વાત કરી હતી. એક ઘટના વિશે(દિલ્હી હિંસા) મેં સાંભળ્યું હતું પણ તેની ચર્ચા મેં કરી ન હતી. તે ભારતનો વિષય છે કે તેમાં શું કરવાનું છે. ’’

ત્યારબાદ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે CAA અંગે તમારી પોઝીશન શું છે ? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ‘‘હું તેના વિશે કોઇ ચર્ચા કરવા માંગતો નથી. તે નિર્ણય ભારત પર છોડું છું અને ભારત તેના લોકો માટે સાચો નિર્ણય કરશે. ’’ આટલેથી મામલો ન પત્યો તો ફરી એક વિદેશી મીડિયાના પત્રકારે પૂછ્યું કે વડાપ્રધાન મોદીની અમુક પોલીસી મુસ્લિમ વિરોધી છે તેથી અહીં હેટ ક્રાઇમ વધી ગયા છે. આ સવાલ હજુ પૂરો થાય તે પહેલા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે તેના વિશે અમે ચર્ચા કરી છે. અમે ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વિશે પણ ચર્ચા કરી. અને મને વડાપ્રધાને ખુબજ શક્તિશાળી જવાબ આપ્યો. જ્યાં સુધી મુસ્લિમોની વાત છે તો ભારતમાં 20 કરોડ મુસ્લિમ છે. અગાઉ તે સંખ્યા ઓછી હતી. વડાપ્રધાન તેમની સાથે રહીને કામ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.